ચાલો ફરવા : જ્યાં તડકો ક્યારેક જ જોવા મળે છે મૌસિનરામ - Sandesh
  • Home
  • Featured
  • ચાલો ફરવા : જ્યાં તડકો ક્યારેક જ જોવા મળે છે મૌસિનરામ

ચાલો ફરવા : જ્યાં તડકો ક્યારેક જ જોવા મળે છે મૌસિનરામ

 | 2:52 pm IST

ઘણી વાર એવા વિચાર આવે છે કે આવી ગરમીમાં કાશ બારેમાસ વરસાદવાળો જ માહોલ રહેતો હોય તો કેટલું સારું, નહીં? આવે છેને આવા મસ્ત વિચાર? તો ચાલો આજે હું તમને એવા જ એક ગામની શેર કરાવું જ્યાં બારેમાસ અચૂક વરસાદ હોય જ છે. અહીં આજે આપણે ભારતના સૌથી ભીના વિસ્તાર મૌસિનરામ વિશે વાત કરવાની છે. મૌસિનરામ એ મેઘાલયનું એક નાનું ગામ છે જે શિલોંગથી ૬૫ કિલોમીટર દૂર આવેલું છે. એક એનાલિસિસ મુજબ મૌસિનરામમાં આખા વર્ષ દરમિયાન ૫૦૦ ઇંચ જેટલો વરસાદ પડે છે. આખા વર્ષ દરમિયાન અહીં તડકાનાં દર્શન સાવ ઓછાં થાય છે.

  • વરસાદના કારણે અહીં ચારે તરફ બસ હરિયાળી જ નજરે ચડે છે. ઊંચા-ઊંચા મોટા પહાડોમાંથી નીકળતાં ઝરણાં, તળાવ, હરિયાળી, તળાવ ઉપર બનેલા લાકડાંના નાના-નાના પુલ એકદમ આહ્લાદક દૃશ્ય ઊભું કરે છે.
  • મિત્રો ત્યાંનો રહેણાક વિસ્તાર પણ અત્યંત સુંદર છે. લગભગ બધાં જ ઘરો છાપરાંવાળાં બનાવવામાં આવ્યાં છે. ત્યાંની પ્રજા વરસાદમાં છત્રીના ઉપયોગને બદલે મોટી-મોટી સાઇઝનાં સૂપડાંનો ઉપયોગ કરતા વધુ જોવા મળે છે. સૂપડાઓને માથા ઉપર ટેકવી દઈ રોજ ચાલવું મૌસિનરામના વાસીઓને નાનપણથી જ આવડતું હોય છે.
  • બોલિવૂડના ઘણા બધા ડિરેક્ટર્સ મૌસિનરામમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરવાનું ખૂબ પસંદ કરે છે, કારણ કે અહીંની સીનસીનરી પડદા ઉપર ખૂબ જ આહ્લાદક દૃશ્ય સ્વરૃપે રજૂ થાય છે.
  • ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના લખાણ મુજબ મૌસિનરામમાં ૧૯૮૫માં લગભગ ૨૬૦૦૦ મિલિલિટર એટલે કે ૧૦૦૦ ઇંચ જેટલો વરસાદ પડેલો છે.
  • મૌસિનરામ ટોટલ ૨૭૮૦૦ કિલોમીટરમાં ફેલાયેલું છે. જ્યારે મૌસિનરામના લોકો લગભગ ઇંગ્લિશ ભાષા જ બોલે છે. તે લોકો રોજિંદા જીવનમાં પણ ઇંગ્લિશ ભાષાનો જ ઉપયોગ કરે છે.