lets-see-this-at-the-ganesh-temple-in-mehsanas-aitohar-see-video
  • Home
  • Videos
  • Featured Videos
  • આવો દર્શન કરીએ મહેસાણાના ઐઠોરમાં બિરાજેલા ગણેશ મંદિરના, જૂઓ Video

આવો દર્શન કરીએ મહેસાણાના ઐઠોરમાં બિરાજેલા ગણેશ મંદિરના, જૂઓ Video

 | 11:20 am IST

પ્રથમ પૂજ્ય શ્રી ગણેશનું નામ લઈને તમામ શુભ કાર્યોનો આરંભ થતો આવ્યો છે. તેથી જ રાજ્યભરમાં આવેલા તમામ ગણેશ મંદિરોમાં મહેસાણાનું ઐઠોર ગણેશ મંદિર અનન્ય મહિમા ધરાવે છે. ઉંઝાથી માત્ર 4 કિમી દૂર પુષ્પાવતી નદીકાંઠે નિર્મિત છે ઐઠોર ગણેશ મંદિર, આ ધામમાં પ્રવેશતા જ દિવ્યતાની અનુભૂતિ થાય છે. ગણેશનું આ સ્થાનક તેની મનોરમ્ય કલાકૃતિથી શ્રદ્ધાળુઓને પ્રસન્નતા બક્ષે છે.

અહિં ગર્ભગૃહમાં સ્થાપિત ગણપતિ ગજાનનની પ્રતિમાં કોઈ ધાતુ કે પથ્થરમાંથી નહિ પરંતુ રેણુ એટલે કે માટીમાંથી બનેલી છે. જેને સિંદુર તથા ઘીનો લેપ કરવામાં આવે છે. દાદાની પ્રતિમા એટલી જીવંત લાગે છે કે ભક્તો વારંવાર આ ધામમાં દર્શનાર્થે પધારતા હોય છે. ઐઠોરના અસલ મંદિરની સ્થાપત્ય શૈલી જોતા અનુમાન કરી શકાય કે આ મંદિર 11મી સદીમાં નિર્માણ પામ્યું હશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન