ચાલો, વિની ધ પૂહના સર્જકને મળીએ - Sandesh
  • Home
  • Kids Corner
  • ચાલો, વિની ધ પૂહના સર્જકને મળીએ

ચાલો, વિની ધ પૂહના સર્જકને મળીએ

 | 2:53 am IST

કાર્ટૂન જોવું કોને ના ગમે! તમને બધાને તો બધા કાર્ટૂન પાત્રો અને તેની વાર્તાઓ મોઢે યાદ હશે. પણ શું તમે જાણો છો? વિની ધી પૂહ બેરન અને મીકી માઉસ, ડોનાલ્ડ ડક, ઓગી, ગુફી જેવાં પાત્ર કોણે બનાવ્યા છે? તેમની પાસે રોજેરોજ કોણ અવનવા સાહસો કરાવે છે? તો ચાલો આજે તમને એવા જ એક પાત્ર વિની ધી પૂહ બેર અને તેના સર્જક વિશે વાત કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધમાં સ્થિતિ એવી હતી કે બધા દેશના મોટાભાગના નાગરિકોએ યુદ્ધમાં જોડાવું પડયું હતું. ત્યારે એલન એલેક્ઝાન્ડર મિલ્ન પણ સૈન્યમાં હતા. યુદ્ધ પૂરું થયા પછી ભયાનક વિનાશના કારણે તમામ દેશોમાં મંદી છવાઈ ગઈ. લોકો દરેક વાતે તંગી ભોગવવા લાગ્યા.

બાળકોને હળવા કરવા પૂહ બેર શોધાયું

એ સમયે એટલે કે આજથી સિત્તેર વર્ષ પહેલાં બાળકોના મનોરંજન માટે એ. એ. મિલ્નએ વિની ધી પૂહ બેર નામના પીળા રંગના રીંછના રૂપકડા અને ભોળા પાત્રની રચના કરી. એના ચિત્ર સાથે જંગલમાં પૂહ બેરની સાથે જીવતા સસલા, ગધેડા, ટાઈગર વગેરે પાત્રો પણ બનાવ્યાં. પછી એમની ચિત્ર સાથેની વાર્તાઓ પ્રગટ કરવા માંડી. જોતજોતામાં એ. એ. મિલ્નનું વિની ધી પૂહ બેર એવું લોકપ્રિય બન્યું કે ચારેબાજુ એની જ ચર્ચાઓ થવા લાગી. બધા બાળકો એના ચાહક બની ગયા. આજે જે. કે. રોલિંગનો હેરી પોટર જેટલો લોકપ્રિય છે એનાથી વધારે પૂહ બેર બાળકોને ગમતું હતું. એ. એ. મિલ્ન વિની ધી પૂહ બેરની વાર્તાઓ લખવા ઉપરાંત ખૂબ સારી કવિતાઓ અને નિબંધ પણ લખતા હતા. પરંતુ પૂહ બેર એટલું બધું લોકપ્રિય બની ગયું કે મિલ્નના બીજા કામોની તો ચર્ચા જ નહોતી થતી. એટલા માટે વિની ધી પૂહ બેરની જબરજસ્ત લોકપ્રિયતા અને મબલક કમાણી છતાં એ. એ. મિલ્નના મનમાં અજંપો રહેતો હતો. એની વાર્તાનું મુખ્ય પાત્ર વિની ધી પૂહ બેર હકીકતમાં એ. એ. મિલ્નના પુત્ર ક્રિસ્ટોફરનું પ્રિય રમકડું હતું. એટલે મિલ્નની વાર્તાઓમાં પણ ક્રિસ્ટોફર રોબિન્સ નામનો છોકરો વારંવાર આવતો ઔરહે છે.

પુત્ર નારાજ હતો

જોકે શરૂઆતમાં આ વાતથી એ. એ. મિલ્નનો પુત્ર ખૂબ નારાજ હતો. કારણ કે તે ર્બોિંડગમાં ભણતો હતો અને તેની લોકપ્રિયતાના કરણે એનાથી ઈર્ષ્યા કરતા છોકરાઓ પજવતા હતા અને માર પણ મારતા હતા. એમનાથી બચવા માટે એ. એ. મિલ્નના પુત્રએ માર્શલ આર્ટ શીખવું પડયું. માર્શલ આર્ટ શીખીને એણે બધાને પાંસરા કરવા માંડયા. હવે એને કોઈ ખીજવતું નહોતું. પછીથી તો એને પોતાની લોકપ્રિયતા ગમવા લાગી અને પિતા માટેનો અણગમો દૂર થઈ ગયો.

એલન એ. મીલ્નનું જીવન

એલન એલેક્ઝાન્ડર મિલ્નનો જન્મ ૧૮ જાન્યુઆરી, ૧૮૮૨માં લંડનમાં થયો હતો. તેના પિતાનું નામ જ્હોન વાઇન મિલ્ન હતું. તેઓ ઇંગ્લેન્ડની જુનિયર બાળકોની સ્કૂલમાં હેડમાસ્ટર હતા. એલન તેના બે મોટા ભાઇઓ ડેવિડ બેરેટ અને કેનેથ જોન કરતાં વધારે પ્રતિભાશાળી હતો. તેે દોઢ વર્ષની ઉંમરે જ વાંચવા અને લખવામાં ખૂબ હોશિયાર બની ગયો હતો. એલન અને મોટાભાઈ કેનેથ વચ્ચે ભાઈ કરતાં દોસ્તી વધારે હતી. બંને સાથે મળીને મિત્રો શોધતા અને સાહસો કરતા. ઘરની આસપાસના ખેતરો અને જંગલો ખુંદવામાં તેમણે બાળપણ પસાર કર્યું હતું. એલન એ ઉંમરે જાતજાતની કલ્પનાઓ કરતો હતો. તેમાં એક કલ્પના એ હતી કે, તે સવારે ઊઠે તો જુએ કે પૃથ્વી પર ફક્ત પોતે જ બચ્યો છે. પછી એકલો જ આખી દુનિયા ફરે છે. એલન માનતો કે સવારનો નાસ્તો આખા દિવસનું સૌથી શ્રેષ્ઠ ભોજન છે.

પોતાના અનુભવ વાર્તામાં કહેતો

પોતાની વાર્તા વિની ધ પૂહમાં પણ તેણે આ વાત કરી છે. ડુક્કરનું બચ્ચું પૂહને પૂછે છે, પૂહ તુ સવારમાં ઊઠે, ત્યારે સૌથી પહેલું શું વિચારે છે? જવાબમાં પૂહ કહે છે, સવારના નાસ્તામાં શું છે? એલન એ. મિલ્નએ કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાંથી ગણિતના સ્નાતકની ડિગ્રી મેળવવાને બદલે ઇતિહાસમાં કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું હતું. આખરે એ. એ. મિલ્નની બધે નોંધ લેવાતી થઈ તો તેમણે જાતે જ પોતાના અન્ય પાસાં પણ લોકો સામે રજૂ કર્યા. પછીથી એલન એ. મિલ્ન વિની ધી પૂહ બેરને ચાહવા લાગ્યા હતા.