Let's visit Mata Kunta's Dham, located of the Gulf of Khambhat, Video
  • Home
  • Featured
  • દર્શન કરીએ ખંભાતના અખાતના કિનારે સ્થિત માતા કુંતાના ધામના, Video

દર્શન કરીએ ખંભાતના અખાતના કિનારે સ્થિત માતા કુંતાના ધામના, Video

 | 9:12 am IST

દેવી સ્થાનકોને ઉર્જાનું સ્ત્રોત માનવામાં આવે છે..દેવી સ્થાનકના દર્શને જતા ભક્તોમાં એક નવી અને હકારાત્મક ઉર્જાના સ્ત્રોતનો સંચાર થાય છે જેથી કરીને જ દેવી સ્થાનકોએ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે..અને આવુ જ એક ઉર્જાના અખુટ સ્ત્રોતને ધરાવતુ અનોખુ સ્થાનક છે ખંભાતના અખાતના કિનારે સ્થિત માતા કુંતાનું પાવનકારી ધામ..આવો આ ધામના દર્શન કરીએ અને જાણીએ આ સ્થાનકનો મહિમા.

ધર્મરાજ યુધિષ્ઠિર,મહાબલી ભીમ અને ધનુરધર અર્જુનની માતા,માતા કુંતા..આવા વિર પુત્રોને જન્મ આપનારા માતા પણ શક્તિ સ્વરુપા સરીખુ જ સ્થાન ધરાવે છે..અને આ શક્તિ સ્વરુપા માતા કુંતાનું એક અલાયદુ ધામ ખંભાતના ધુવારણ ખાતે નિર્મિત છે જે ભક્તોના મન અનોખી આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે..

મંદિર ભલે નાનુ દેખાતુ હોય પરંતુ તેની આભા દુર દેશાવર સુધી પહોચેલી છે..દુર દુરથી ભક્તો માતા કુંતાના દર્શને પધારે છે અને કેટલાક ભક્તો પગપાળા માતાના દર્શને આવવાની બાધા પણ રાખે છે..અને તે સૌની મનોકામના માતા કુંતા અચુક પુર્ણ કરે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન