Let's visit Ramdarbar in the holy month of Purushottam
  • Home
  • Featured
  • પવિત્ર પુરૂષોત્તમ માસમાં દર્શન કરીએ રામદરબારના, Video

પવિત્ર પુરૂષોત્તમ માસમાં દર્શન કરીએ રામદરબારના, Video

 | 8:50 am IST

અમદાવાદના સાબરમતીના રામનગર વિસ્તારમાં સુંદર રામજી મંદિર આવેલુ છે આ મંદિરનું નિર્માણ વર્ષ 1955માં કરવામાં આવ્યુ હતુ.આ મંદિર રામનગર વિસ્તારનું સૌથી પ્રાચિન અને મોટુ મંદિર છે.. મર્યાદા પુરુષોત્તમના આ પવિત્ર ધામમાં ભક્તો અપાર આસ્થા રાખે છે..

આસપાસ રહેતા તમામ રહેવાસીઓ અચુક આ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે.આ મંદિરમાં ભગવાન શ્રી રામ સાથે માતા સીતા અને ભાઈ લક્ષમ્ણ પણ દર્શન આપે છે તો સાથે સાથે પ્રભુ શ્રી રામના પરમભક્ત એવા હનુમાનજી પણ તેમની નિકટ બિરાજમાન જોવા મળે છે..આ મંદિરની વિશેષતા એ છે કે આ ધામમાં અન્ય દેવી દેવતાઓના ભકતોને દર્શન થાય છે..જેમાં પ્રેમ અને ભક્તિનું પ્રતિક રાધાકૃષ્ણ.

હનુમાનજી , વિષ્ણુભગવાન , ભગવાન વિશ્વ કર્મા , સત્યનારાયણ , ગણપતિ બાપ્પાના પણ દર્શન થાય છે તો સાથે જ આ મંદિરમાં બળિયા બાપા અને શીતળમાતા પણ ભક્તોને આશીર્વાદ આપવા સદાય હાજરા હજૂર છે..આ પવિત્ર ધામમાં એક શિવાલય પણ આવેલુ છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન