Let's visit the Jadeshwar Mahadev Temple in Morbi, Video
  • Home
  • Featured
  • દર્શન કરીએ મોરબીમાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરના, Video

દર્શન કરીએ મોરબીમાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરના, Video

 | 9:00 am IST

ભારતભરમાં શિવજીના અનેકો મંદિર આવેલા છે..અને દરેક મંદિરોની પોતાની આગવી વિશેષતા પણ જોવા મળે છે..ત્યારે આજે આવા જ એક શિવાલયના કરીએ દર્શન જે ઓળખાય છે,શ્રી જડેશ્વર મહાદેવ તરીકે..મોરબીમાં સ્થિત જડેશ્વર મહાદેવ સૌરાષ્ટ્રમાં પ્રસિધ્ધ દેવ સ્થાનમાંથી એક માનવમાં આવે છે..તો કરીએ જડેશ્વર મહાદેવના દર્શન.

મોરબીના વાંકાનેરથી આશરે 11 કિ.મીનાં અંતરે પ્રકૃતિના ખોળે ટેકરી પર બિરાજીત છે સૌરાષ્ટ્રના વિખ્યાત શ્રી જડેશ્વર મહાદેવ…ડુંગરાળ વિસ્તારમાં વસેલા જડેશ્વર મહાદેવ ભક્તોને પ્રિય છે…પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર અને ચમત્કારી ગાથા સાથે જોડાયું છે જડેશ્વર મહાદેવનું આ ધામ..ત્યારે જા આ મંદિરની વિશેષતાની જો વાત કરીએ તો ચારે તરફ સુંદર અને બેનમુન શિલ્પ કળાની કારીગરી નજરે પડે છે..તો સ્વયંભુ બિરાજીત જડેશ્વર મહાદેવના આ મંદિરમાં અન્ય દેવી-દેવતાઓની કૃતિઓ પણ દ્રષ્યમાન થાય છે.

તો આ મંદિર માટે એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરના દિવાને મંદિરની દૈવી શક્તિથી પ્રભાવિત થઇને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતુ..તો સાથે જ મંદિરની પાસે રાવડેશ્વર મંદિર પણ આવેલું છે,અને આ મંદિર પણ ઇતિહાસમાં અતિ મહત્વ ધરાવે છે..તો મંદિરના પ્રાંગણની આસપાસ પ્રકૃતિની અદભુત સુંદરતા સાથે સુંદર પૌરાણિક વાવ પણ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન