visit the temple of Tulsishyam, the oldest pilgrimage site in India, Video
  • Home
  • Featured
  • ભારતના પ્રાચીનતમ તીર્થસ્થાન એવા તુલસીશ્યામ મંદિરના કરીએ દર્શન, Video

ભારતના પ્રાચીનતમ તીર્થસ્થાન એવા તુલસીશ્યામ મંદિરના કરીએ દર્શન, Video

 | 8:44 am IST

તુલસીશ્યામ ભારતના પ્રાચીનતમ તીર્થસ્થાનો પૈકીનું એક છે. સ્કંદપુરાણમાં આ તીર્થધામનો ઉલ્લેખ છે. નજીકના ઈતિહાસની વાત કરીએ તો ૪૮૦ વર્ષ પહેલાં ગીરના પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા ગાઢ વન વચ્ચે શ્યામ સુંદર ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હતા. પૂજાધારી બાપુ નામના સંતે એમની સ્થાપના કરી હતી. આ ઉપરાંત પણ કેટલીક રોચક વાતો છે તુલસી શ્યામ વિષે.

ગીરના ગાઢ જંગલમાં કુદરતના ખોળે બીરાજમાન છે. ભગવાન શ્યામ સુંદર તુલસીશ્યામ તીર્થ ગીર સોમનાથ જિલ્લાનાં ઉના શહેરથી આશરે ૨૯ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે.

આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આ સ્થળ મનને શાંતિ આપે અને હરી લે તેવું છે. અહીં પૈારાણીક તુલસીશ્યામ મંદીર આવેલું છે. જયાં ભગવાન શ્રીકૃષ્ણની સાથે રીસાયેલા રૂક્ષ્મણીજી નું મંદીર અવેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન