સચિન તેંડુલકરે બ્લાઇન્ડ ક્રિકેટને લઇ BCCI સામે કરી આ માંગ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • સચિન તેંડુલકરે બ્લાઇન્ડ ક્રિકેટને લઇ BCCI સામે કરી આ માંગ

સચિન તેંડુલકરે બ્લાઇન્ડ ક્રિકેટને લઇ BCCI સામે કરી આ માંગ

 | 8:21 pm IST

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે બીસીસીઆઈને પત્ર લખી ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિયેશનને માન્યતા આપવાની સાથે તેઓને બોર્ડની પેન્શન સ્કીમ હેઠળ સામેલ કરવા જણાવ્યું છે. ભારતે ગત ૨૦ જાન્યુઆરીએ પાકિસ્તાનને હરાવી બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીત્યો હતો. તે વખતે બીસીસીઆઈની સંચાલન સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું હતું કે, વર્લ્ડ કપ વિજેતા ટીમને બીસીસીઆઈ તરફથી ઇનામી રકમ આપવામાં આવશે.

હવે સચિને કહ્યું કે, હું બ્લાઇન્ડ ક્રિકેટને માન્યતા આપવા માટે નિવેદન કરું છું. તેમની જીત હંમેશાં પ્રેરણા આપે છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. બ્લાઇન્ડ ક્રિકેટને માન્યતા આપવી એ ક્રિકેટ પ્રત્યે તેમના જુનૂનની સ્વીકૃતિ ગણાશે. સચિને કહ્યું કે, બીસીસીઆઈ દ્વારા માન્યતા મળે તો શારીરિક રીતે વિકલાંગ ખેલાડીઓ માટે એક નવા યુગની શરૃઆત ગણાશે જ્યાં દરેક ખેલાડી પોતાને સુરક્ષિત માનશે.