સરકારી બેન્કોનાં ખાનગીકરણને લઇ INBEFએ નાણામંત્રીને ચેતવ્યા - Sandesh
  • Home
  • Business
  • સરકારી બેન્કોનાં ખાનગીકરણને લઇ INBEFએ નાણામંત્રીને ચેતવ્યા

સરકારી બેન્કોનાં ખાનગીકરણને લઇ INBEFએ નાણામંત્રીને ચેતવ્યા

 | 10:32 am IST

બેંક કર્મચારીઓનાં સંગઠને સાર્વજનિક ક્ષેત્રની બેંકોનાં ખાનગીકરણની માંગની આલોચના કરતા કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીને પત્ર લખ્યો છે. સંસ્થાએ આવા પગલાને અનુત્પાદક બતાવ્યા છે. પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં 12,600 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ સાર્વજનિક ક્ષેત્રની બેંકોનાં ખાનગીકરણની માંગ ઉઠી રહી છે.

ઇન્ડિયન નેશનલ ટ્રેડ યૂનિયન કોંગ્રેસ (ઇંટક) સાથે જોડાયેલ ઇન્ડિયન નેશનલ બેંક એમ્પોલોઇઝ ફેડરેશન (INBEF) એ પત્રમાં કહ્યું છે કે, સાર્વજનિક ક્ષેત્રનાં બેંક (પીએસબી)નાં ખાનગીકરણથી દેશભરમાં તેમની શાખાઓનું વિશાળ નેટવર્ક ધ્વસ્ત થઇ જશે.

INBEFએ કહ્યું કે, પીએસબીને ખાનગી કોર્પોરેટનાં હવાલે કરવામા આવશે, તો આ માત્ર એક અનુત્પાદક પગલું જ નહીં, પરંતુ આમા દેશભરમાં કરોડો લોકોને સેવા આપનાર તેમની શાખાઓના વિશાળ નેટવર્ક પણ વિખેરાઇ જશે. યૂનિયને ભારતીય બેંકીંગ પ્રણાલીમાં ધોખાધડી થવાથી સંબંધમાં રેગ્યુલેટરી સિસ્ટમની કેટલીક ભૂલોનો પણ ઉલ્લેખ કર્યો.

યૂનિયને કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)મા અનુચિત હાઇ એડવાન્સિસના જોખમોને નિયંત્રિત કરવા માટે જવાબદાર બેંકિંગ પરિચાલન વિભાગનાં પ્રમુખનું પદ ડિપ્ટી ગવર્નર એસએસ મુદંડાનાં જુલાઇ 2017મા નિવૃત્તિ પછી ખાલી છે. તગ અઢવાડિયે નાણામંત્રીએ બેંકોમા છેતરપિંડીની જાણકારી મેળવવામા અસફળ રહેવા પર વિનિયામકો સાથે-સાથે બેન્ક મેનેજમેન્ટ અને ઓડિટર્સની પણ ટીકા કરી હતી.