આનંદીબેનનો પત્ર એ વિરોધીઓને સણસણતો જવાબ : નીતિન પટેલ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • આનંદીબેનનો પત્ર એ વિરોધીઓને સણસણતો જવાબ : નીતિન પટેલ

આનંદીબેનનો પત્ર એ વિરોધીઓને સણસણતો જવાબ : નીતિન પટેલ

 | 2:59 pm IST

આનંદબેનને અમિતશાહને પત્ર લખી કોઈ અન્યને તક આપવા રજૂઆત કરવા સાથે પોતે ચૂંટણી નહિં લડે તેમ જણાવતા આ મામલે નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આનંદીબેનનો પત્રએ વિરોધીઓને સણસણતો જવાબ છે. એ સ્પષ્ટ કરે છે પક્ષમાં કોઈ આંતરિક વિખવાદ નથી. આનંદીબેન પક્ષના તમામ કાર્યક્રમોમાં હાજરી આપે છે. યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. એ જ સાબિત કરે છે કે કોઈ મતભેદ નથી. હું આનંદીબેનને અભિનંદન આપવા માંગું છું.

આનંદીબેનનો પત્ર એ પક્ષમાં  દ્વિધા અને આંતરિક વિખવાદ ઉભો કરવા માગતા લોકો માટે જવાબ છે. આનંદીબેને પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે તે પક્ષ માટે કામ કરશે પણ તે ચૂંટણી નહિં લડે.

ઉલ્લેખનિય છે કે અગાઉ આનંદીબેન ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે તેવા સમાચારો વહેતા થયા હતા. એટલું જ નહિં જો ભાજપ જીતે તો આનંદીબેન જ મુખ્યમંત્રી હશે તેવી વાતો વહેતી થઈ હતી. પણ આનંદીબેને અમિત શાહને જે પત્ર લખ્યો તે લીક થયો છે. મીડિયામાં આવી ગયો છે જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે આ બધી જ વાતો ગપગોળાં છે.

આનંદીબેન પક્ષ માટે કામ કરવા તૈયાર છે. તે પક્ષ માટે કામ કરશે. ભાજપ આંતરિક જુથવાદ હોવાનો આનાથી છેદ ઉડી ગયો છે. તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.