યુએસ ઓપન : પેસ, બોપન્ના, સાનિયા બીજા રાઉન્ડમાં - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • યુએસ ઓપન : પેસ, બોપન્ના, સાનિયા બીજા રાઉન્ડમાં

યુએસ ઓપન : પેસ, બોપન્ના, સાનિયા બીજા રાઉન્ડમાં

 | 1:14 am IST
  • Share

સાનિયા મિર્ઝા, રોહન બોપન્ના અને લિયેન્ડર પેસે પોત-પોતાના સાથી ખેલાડીઓ સાથે મળી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. સાનિયા મિર્ઝાએ ચેક ગણરાજ્યની બાર્બરા સ્ટ્રિકોવાની સાથે મળી પ્રથમ રાઉન્ડમાં અમેરિકાની ઝેડા હાર્ટ અને એના શિબાહારને ૬-૨, ૬-૩થી હરાવી હતી.

જ્યારે પુરુષ ડબલ્સમાં રોહન બોપન્નાએ ડેનમાર્કના ફ્રેડરીક નિલ્સન સાથે મળી રાડેફ સ્ટેપાનેક અને નિનાદ ઝિમોન્ઝિકની જોડીને ૬-૩, ૬-૭, ૬-૩થી પરાજય આપ્યો હતો. મિક્સ ડબલ્સમાં લિયેન્ડર પેસે ર્માિટના હિંગિસ સાથે મળી પ્રથમ રાઉન્ડમાં અમેરિકાની સાચિયા વિકેરી અને ફ્રાન્સેસ ટિયાફોઈને ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો.

કોન્ટા કોર્ટ પર જ પડી ગઈ
બ્રિટિશ ખેલાડી જોહાના કોન્ટા બીજા રાઉન્ડમાં કમજોરીને કારણે કોર્ટ પર શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી જેને કારણે નીચે પડી ગઈ હતી. આથી ડોક્ટરો દ્વારા કોર્ટ પર જ ઇલાજ કરવામાં આવ્યો હતો. તે પછી કોન્ટાએ બે વખત બે બ્રેક લીધા હતા. બ્રેક લીધા બાદ કોન્ટાએ મેચમાં પરત ફરતાં પિરોન્કોવાને ૬-૨, ૫-૭, ૬-૨થી હરાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો