માત્ર ચાર ATM કાર્ડ જેટલી ઝાડી છે આ ટીવી, ચુંબકથી જ ચોટી જશે ભીંત પર

737

સાઉથ કોરિયાની ઈલેક્ટોનિક કંપની એલજીએ ખુબ જ પાતળું એલઈડી ટીવી રજૂ કરી છે. એલજીએ એક નિવેદનમાં કહ્યું કે, આ એક વોલપેપર ટીવી છે અને આનું મોર્ડલ ડબ્લ્યુ-7 છે. 65 ઈંચની આ ટીવી 2.57 મીમી પાતળું છે. ઉદાહરણ તરીકે આ ટીવી માત્ર 4 ક્રેડિટ કાર્ડ જેટલી જ ઝાડી છે. એટલું જ નહી આને દિવાર પર લગાવવા માટે સ્ટેન્ડ લગાવવાની પણ જરૂરત નથી. આ ટીવીને તમે માત્ર ચુંબક દ્વારા લગાવી શકો છો. જેથી દિવાર અને ટીવી વચ્ચે કોઈ જગ્યા પણ રહેતી નથી. કંપનીએ આ ટીવીને પિક્ચર ઓન વોલનું નામ આપ્યું છે. એટલે કે, દેખનારને એવું લાગશે કે, દિવાર પર જ ફિલ્મ અથવા શો ચાલી રહ્યો છે. આ ટીવી 65 ઈંચ ઉપરાંત 77 ઈંચના સેગમેન્ટમાં પણ ઉપલબ્ધ છે. 65 ઈંચવાળી ટીવીનું વજન 18 પાઉન્ડ (લગભગ 8 કિલો) અને 77 ઈંચવાળી ટીવીનું વજન 27 પાઉન્ડ (લગભગ 12 કિલો) છે, જેથી તેને ક્યાય પણ સરળતાથી ફેરવી શકાય છે.

tv23

કિંમત વિશે કંપનીએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ એક્સપર્ટનું માનવું છે કે, 65 ઈંચની ટીવીની કિંમત 10 હજાર અમેરિકન ડોલર હોઈ શકે છે. જ્યારે 77 ઈંચવાળી ટીવી 20 હજાર ડોલર કિંમતમાં ઉપલબ્ધ હોઈ શકે છે. ટીવીની ખાસિયતની વાત કરીએ તો આમા એચડીઆર ફુટેજ ચલાવી શકાય છે. તે સાથે આમાં ડોલ્બી વિજન અને ડોલ્બી એટમ સાઉન્ડ સિસ્ટમ પણ લાગેલું છે. એક્ટિવ એચડીઆર પિક્ચરને ફ્રેમ ટૂ ફ્રેમ ચલાવે છે અને જ્યા જરૂરત છે ત્યાં ડાયનેમિક ડેટાનું એક્સપીરિયન્સ પણ આપે છે. અમેરિકાના ટેક શોમાં કંપનીએ બીજી પણ એલઈડી ટીવી રજૂ કરી હતી. આ મોર્ડલમાં જી-7, ઈ-7 અને બી-7 વેરિયેટ સામેલ છે.