LGએ ફ્લેગશિપ સ્માર્ટફોન G6 કર્યો લોન્ચ, જાણો શાનદાર ફિચર્સ - Sandesh
  • Home
  • Technology
  • LGએ ફ્લેગશિપ સ્માર્ટફોન G6 કર્યો લોન્ચ, જાણો શાનદાર ફિચર્સ

LGએ ફ્લેગશિપ સ્માર્ટફોન G6 કર્યો લોન્ચ, જાણો શાનદાર ફિચર્સ

 | 9:25 pm IST

સ્માર્ટફોન બનાવનાર દક્ષિણ કોરિયાની ઈલેક્ટ્રોનિક્સ કંપની LGએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2017માં પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન LG G6ને લોન્ચ કરી દીધો છે. એલજી જી6 યૂએક્સ 6.0 સ્કિન સાથે આવનાર કંપનીનો પહેલો સ્માર્ટફોન છે.

આ સ્માર્ટફોનમાં કંપનીએ 5.7 ઈંચનો ક્વોડ એચડી પ્લસ ફુલવિઝન ડિસ્પલે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન LG G6 ગૂગલના એન્ડ્રોયડ 7 નૂગા પર કામ કરશે.

આ સ્માર્ટફોનમાં કંપનીએ 4GB રેમ અને 32 જીબીની ઈન્ટરનલ મેમોરી આપી છે. જેને મેમોરીકાર્ડ દ્વારા 250 GB સુધી વધારી શકાય છે. કેમેરાની વાત કરીએ તો ફ્રન્ટ કેમેરો f/2.2 એપર્ચર સાથે 5 એમપીનો કેમેરો અને f/1.8 એપર્ચર સાથે રિયર કેમેરો આપવામાં આવ્યો છે.

તે ઉપરાંત રિયરમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ સ્માર્ટફોન 30 મીનિટમાં જ 50 ટકા ચાર્જિંગ થઈ જશે.

આ સ્માર્ટફોનમાં નોન રિમૂવેબલ 3300mAhની બેટરી આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન વ્હાઈટ, એસ્ટ્રો બ્લેક અને આઈસ પ્લેટીનિયમ કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત કંપનીએ હજુ જાહેર કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન