આગામી મહિેને LG લોન્ચ કરશે સ્માર્ટ હોમ સ્પીકર - Sandesh
  • Home
  • Technology
  • આગામી મહિેને LG લોન્ચ કરશે સ્માર્ટ હોમ સ્પીકર

આગામી મહિેને LG લોન્ચ કરશે સ્માર્ટ હોમ સ્પીકર

 | 12:03 pm IST

અત્યારે સ્માર્ટ હોમ સ્પીકર બજારમાં Amazon Echo અને Google Homeનો દબદબો છે. પરંતુ હવે બહુ જલ્દી LG પણ સ્માર્ટ સ્પીકર લોન્ચ કરશે. LGએ જાહેરાત કરી છે કે તે ગૂગલ સાથે પોતાનો સ્માર્ટ હોમ સ્પીકર લોન્ચ કરશે અને તેનું નામ LG ThinQ સ્પીકર હશે. તેનું લોન્ચિંગ વેગાસમાં કરવામાં આવશે.

આઈએએનએસના અનુસાર, ટેક ક્રંચની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું, ‘LG ThinQ’ ગૂગલના ‘હોમ મેક્સ’ની જેમ વધારે પ્રતિસ્પર્ધી હોય તેવું લાગી રહ્યું છે.

રિપોર્ટમાં જણાવામાં આવ્યા અનુસાર, એલજીના નવા સ્પીકર પ્રીમિયમ ઓડિયો જેવો અનુભવ કરાવશે. તેમાં મેરિડિયન ઓડિયો ટેકનોલોજી છે, જે લોસલેસ હાઈ રેજોલ્યૂશન ઓડિયો પ્રદાન કરવામાં સક્ષમ છે. દક્ષિણ કોરિયાઈ કંપનીએ પોતાના આગામી ડિવાઈસ વિશે વધુ જાણકારી નથી આપી.

આ સ્માર્ટ સ્પીકર ઈન્ટરનેશનલ કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક શો (સીઈએસ) 2018માં લોન્ચ કરવામાં આવશે. આ ડિવાઈસ અન્ય સ્માર્ટ સ્પીકર્સને ચેલેન્જ આપશે, તેમાં અમેઝોનનું ‘ઈકો’, ગૂગલ હોમ અને એપ્પલનું લોન્ચ થનાર હોમપેડ પણ સામેલ છે.

Amazon introduces Amazon Alexa, Echo and the All-New Echo Dot at a product launch in London

તે સિવાય એવી શકયતા પણ છે કે LGની પ્રતિસ્પર્ધી સેમસંગ પણ પોતાના સ્માર્ટ સ્પીકરને લોન્ચ કરી શકે છે. આ સ્પીકર સેમસંગનાં Bixby Voiceની જેમ કામ કરશે.