OMG!! નર્સે એક દર્દીનું ઈન્જેક્શન ભૂલથી બીજા દર્દીને લગાવી દીધું - Sandesh
  • Home
  • Ahmedabad
  • OMG!! નર્સે એક દર્દીનું ઈન્જેક્શન ભૂલથી બીજા દર્દીને લગાવી દીધું

OMG!! નર્સે એક દર્દીનું ઈન્જેક્શન ભૂલથી બીજા દર્દીને લગાવી દીધું

 | 6:41 pm IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલની નર્સે અન્ય કોઈ દર્દીને આપવાનું ઈન્જેક્શન કોઈ બીજા જ દર્દીને આપી દેવાની ઘટનાથી ચકચાર મચી છે. આનાથી દર્દીને રિએક્શન આવ્યું છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિ એલ.જી હોસ્પિટલની બેરદરકારીના કિસ્સાઓ પ્રચલિત છે. ત્યારે આ હોસ્પિટલની એક નર્સનું મૂર્ખામીભર્યું પગલુ સામે આવ્યું છે. આ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે હિતેશ રાઠોડ નામનો દર્દી એડમિટ થયો હતો. જેને ચક્કર આવવાની સામાન્ય તકલીફ હતી. આ દર્દીને એક નર્સે અન્ય કોઈ દર્દીને આપવાનું ઈન્જેક્શન આપી દીધું હતું. દર્દીને ભૂલથી બીજુ ઈન્જેક્શન આપતા તેને રિએક્શન થઈ ગયું હતું.

13871680_1798842243686451_2

હિતેશ રાઠોડને બીજા ઈન્જેક્શનનું રિએકશન આવતા જ તે બેભાન થઈ ગયો હતો. એટલુ જ નહિ દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, એ નર્સે એક ઈન્જેક્શન આપવા માટે દર્દીના હાથમાં ત્રણ ત્રણ વાર સિરીંજ લગાવી હતી. તેમજ તબીબો દ્વારા પણ કોઈ પણ પ્રકારની સારવારમાં કેર લેવામાં આવતી નથી.

 

 

 

હોસ્પિટલે કહ્યું, આ કમ્યુનિકેશન ગેપ છે
હોસ્પિટલની ભૂલ સામે આવતા હોસ્પિટલના સંચાલકોએ આ ભૂલને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલના સંચાલકો માની રહ્યાં છે કે, આ કેસમાં કમ્યુનિકેશન ગેપ રહ્યો છે. પણ કોઈ બેદરકારી થઈ નથી. જોકે તેમ છતાં તપાસ કરવામાં આવશે.

દર્દીના સગાએ જ્યારે આ મામલે હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટને ઉગ્ર રજૂઆત કરી ત્યારે સુપ્રિટેન્ડેન્ટે કોઈ બેદરકારી નહિ થઈ હોવાનું જણાવ્યું છે. અને તેમ છતાં યોગ્ય તપાસ કરાશે તેવી બાંહેધરી આપી છે.
એલજી હોસ્પિટલની જૂની ભૂલો…

  • દર્દીના ડાબા હાથની જગ્યાએ તબીબએ કર્યું હતું જમણા હાથનું ઓપરેશનનો વિવાદ
  • એક મહિલા દર્દીના પ્રાઈવેટ પાર્ટમાં ઓપરેશન દરમિયાન કોટન ટુકડા રહી જવાનો વિવાદ
  • મોતિયાના ઓપરેશનમાં બેદરકારીને પગલે દર્દીઓ અંધ બન્યાનો વિવાદ
  • મોતિયાના ડમી ઓપરેશનના આંકડા બહાર પાડવાનો વિવાદ
  • સામાન્ય તકલીફ વાળા દર્દીને અન્ય કોઈ દર્દીનું ઈન્જેક્શન આપી દેવાનો વિવાદ
  • આ સિવાય પણ એલ.જી. હોસ્પિટલ ડોક્ટરની બેદરકારીના કારણે હોસ્પિટલમાં દર્દીના મોત થયાના નાના મોટા વિવાદો પણ સામે આવ્યા છે.