lg-showcase-rollable-oled-tv
  • Home
  • Featured
  • ટીવીની દુનિયામાં LGની ક્રાંતિ, ફોલ્ડેબલ OLED ટીવી પરથી ઉઠાવ્યો પડદો

ટીવીની દુનિયામાં LGની ક્રાંતિ, ફોલ્ડેબલ OLED ટીવી પરથી ઉઠાવ્યો પડદો

 | 12:11 pm IST

એલજી ઇલેક્ટ્રોનિક્સે દુનિયાનું પહેલુ વળી જાય તેવુ OLED ટીવી પરથી પડદો ઉઠાવ્યો છે. આની ખાસીયત એ છે કે તેને એ સમય સુધી એક બોક્સમાં વાળીને રાખી શકાશે, જ્યારે તેનો વપરાશ ન કરવાનો હોય. આ કોન્સેપ્ટની ઘોષણા કંપનીએ ગયા વર્ષે કરી હતી. 65 ઈચ ધરાવતું આ સિગ્નેચર ટીવી આવતા વર્ષે માર્કેટમાં મળશે. કંપનીએ આની ઘોષણા કરતા આ માહિતી આપી હતી.

ટીવીની દુનિયામાં ક્રાંતિ

એલજી ઇલેક્ટ્રોનિક્સે જણાવ્યુ છે કે એક રોલેબલ OLED ટીવી ગેમ ચેન્જર સાબીત થશે. કેમકે આ યૂઝર્સને દીવાલની સીમાઓથી મુક્ત કરવામાં આવી છે એટલેકે દીવાલની કોઈ જરૂર નહી પડે. હવે તમારે એક જગ્યા ફિક્સ કરવાની જરૂર નહી પડે. જ્યારે તમે ટીવી ન જૂઓ કે તેનો વપરાશ ન કરતા હો ત્યારે ટીવીને વાળીને રાખી શકશો.

વૉયસ કમાન્ડ પર કરશે કામ

યૂઝર્સ પોતાના અવાજથી ટીવીમાં ઈનબીલ્ટ એમેઝોન એલેક્સાનો નિર્દેશ કરે છે. LG પોતાનું આ ટીવી લાઈનઅપને 2019માં લૉન્ચ કરશે. જે એપ્પલ એયરપ્લે 2 અને હોમકિટને સપોર્ટ કરશે. એપ્પલના હોમકિટ સપોર્ટ સાથે ગ્રાહક પોતાનું એલજી ટીવીના હોમ એપને ફક્ત કેબલ સીરીને નિર્દેશ આપીને નિયંત્રિત કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.