LG vs Delhi Government: Arvind Kejriwal is Not Happy With Judgment Of Supreme Court
  • Home
  • Featured
  • કેજરીવાલે ઠાલવી હૈયાવરાળ, સુપ્રીમ કૉર્ટનાં ચુકાદાને સંવિધાનની વિરુદ્ધનો ગણાવ્યો

કેજરીવાલે ઠાલવી હૈયાવરાળ, સુપ્રીમ કૉર્ટનાં ચુકાદાને સંવિધાનની વિરુદ્ધનો ગણાવ્યો

 | 1:47 pm IST

દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલની વચ્ચે મહત્વનાં મુદ્દાઓ પર ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કૉર્ટે ગુરૂવારનાં રોજ ચુકાદો આપ્યો. દિલ્હીમાં થયેલા અધિકારીઓનાં ટ્રાંસફર અને પૉસ્ટિંગ સાથે જોડાયેલા મુદ્દાને છોડીને સુપ્રીમ કૉર્ટે અન્ય 5 મુદ્દાઓ પર પોતાનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો છે. સુપ્રીમ કૉર્ટનાં ચુકાદા બાદ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયા સંબોધિત કર્યું. કેજરીવાલે સુપ્રીમ કૉર્ટનાં નિર્ણયને સંવિધાનની વિરુદ્ધનો ગણાવ્યો છે.

અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કૉર્ટનાં નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, “જો દિલ્હીમાં કોઈ ભ્રષ્ટાચાર કરે છે તો તેમને તેમની ઉપર કાર્યવાહી કરવા માટે બીજેપી પાસે જવું પડશે. સુપ્રીમ કૉર્ટનો નિર્ણય સંવિધાનની વિરુદ્ધનો અને લોકોની અપેક્ષાની વિપરીત છે.” કેજરીવાલે રહ્યું કે આની ચાવી દિલ્હીની જનતા પાસે હોવી જોઇએ. કેજરીવાલે કહ્યું કે, “અમારે ધરણા પર બેસીને દિલ્હીનાં અધિકારોની લડાઈ લડવી પડી રહી છે. ન્યાય માટે બીજેપી પાસે જવું પડી રહ્યું છે.” તેમણે કહ્યું કે, “અમારી કેબિનેટે ઉપરાજ્યપાલનાં ઘરમાં બેસીને 10 દિવસ સુધી ધરણા કર્યા તેમ છતા કોઇપણ નિર્ણય આવ્યો નહીં.”

કેજરીવાલે કહ્યું કે, “અમે દિલ્હીની જનતાને અપીલ કરીએ છીએ કે આવનારી લોકસભા ચૂંટણીમાં તેઓ દિલ્હીની બધી જ 7 સીટો આમ આદમી પાર્ટીને આપે, જેથી અમે સંસદમાં દબાવ બનાવી શકીએ અને દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવા માટે અમે સંપૂર્ણ લડાઈ લડશું.” અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “અમે કૉર્ટની ઇજ્જત કરીએ છીએ, પરંતુ આ નિર્ણય દિલ્હીવાળાઓ સાથે અન્યાય છે. અમે લોકો 4 વર્ષથી આ બધું ભોગવી રહ્યા છીએ.”

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “2019માં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને હરાવવી ઘણી જ જરૂરી છે. દેશ સામે એક મોટો પડકાર છે. બીજેપી સામે પાર્ટીઓનાં વૉટ ના વહેંચાઈ જાય અને તેનો ફાયદો બીજેપીને ના મળે તેના માટે વિપક્ષી પાર્ટીઓએ વિચારવું પડશે. જે પાર્ટીમાં જે પાર્ટી મજબૂત હોય તેણે બીજેપી સામે લડાઈ લડવી જોઇએ.” દિલ્હીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધનને લઇને પણ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “અત્યારે કૉંગ્રેસે ગઠબંધનને લઇને ના કહી દીધી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન