લિબાસ શો-રૂમમાંથી ડિઝાઇનર ડ્રેસ અને રોકડની ચોરી થઈ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • લિબાસ શો-રૂમમાંથી ડિઝાઇનર ડ્રેસ અને રોકડની ચોરી થઈ

લિબાસ શો-રૂમમાંથી ડિઝાઇનર ડ્રેસ અને રોકડની ચોરી થઈ

 | 3:45 am IST

મુંબઈ, તા. ૨

બોરીવલી (પશ્ચિમ)માં આવેલા જાણીતા શો-રૂમ લિબાસમાંથી ૨૫-૧૨-૨૦૧૭ના રોજ ડિઝાઇનર ડ્રેસ અને રોકડાની ચોરી થઈ હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ જ દિવસે શો-રૂમ જે વિસ્તારમાં આવેલો છે એ જ વિસ્તારમાં અન્ય ત્રણ દુકાનોમાં પણ ચોરી થઈ હતી. આ શો-રૂમ જાણીતા ફેશન ડિઝાઇનર રિયાઝ ગાંગજીનો છે અને તેઓ હાલ વિદેશમાં છે. આ ચોરીની ઘટનાની જાણ તેમને કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો મુજબ, આ ઘટનાની જાણ દુકાનના એક કર્મચારી, જે દુકાનની નજીક જ રહેતો હતો, તેણે સવારના ૬.૦૦ વાગ્યે દુકાનનું શટર ખૂલતાં એલાર્મ વાગ્યું હોવાનું સાંભળ્યું હતું અને તેણે તાત્કાલિક દુકાનના મેનેજર શ્રીમતી પારો મૌર્યાને આની જાણ કરી હતી. મેનેજર જ્યારે દુકાને પહોંચી અને જોયું કે પહેલી હરોળમાં રાખેલા ડિઝાઇનર આઉટફિટ ગાયબ હતા અને દુકાનમાં રાખેલી રોકડ રકમ ૪૦,૦૦૦ તે પણ ગાયબ હતી. આઉટફિટમાં ૧,૫૦,૦૦૦ના લેડીઝ લહેંગા, ચોળી અને દુપટ્ટા ઉપરાંત ૫૦,૦૦૦ની શેરવાની પણ ચોરો ઉપાડી ગયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, ઘટના સમયે દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરા બંધ હતા. આ અંગે મેનેજર મૌર્યાએ કહ્યું કે, સામાન્ય રીતે અમે દુકાન બંધ કરતી વખતે કેમેરા બંધ કરી દઈએ છીએ. જેથી ઘટનાનું રેકોર્ડિંગ નથી થયું, પરંતુ માત્ર અમારી જ દુકાનમાં જ ચોરી નથી થઈ, પરંતુ આ જ ગલીમાં અન્ય ત્રણ દુકાનોના તાળાં પણ તૂટયા છે. આ સમગ્ર ઘટના ૫.૦૦ થી ૬.૦૦ વાગ્યા દરમિયાન થઇ હશે. પોલીસને આશંકા છે કે આ ચોરીમાં બેથી વધુ વ્યક્તિઓ સામેલ હશે. પોલીસ હવે અન્ય દુકાનોના સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે.

;