lic brings jeevan shiromani plan with assured guarantee of rs 1 crore
  • Home
  • Business
  • LICની આ પોલિસીમાં 1 કરોડની ગેરેન્ટી સાથે અનેક ફાયદાઓ

LICની આ પોલિસીમાં 1 કરોડની ગેરેન્ટી સાથે અનેક ફાયદાઓ

 | 12:07 pm IST

ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ જીવન શિરોમણીના નામથી નવી પોલિસી શરૂ કરી છે. આ યોજના વધુ આવક ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. આ યોજના હેઠળ 1 કરોડ રૂપિયા સુધીની ગેરંટી આપવામાં આવી રહી છે. નવી પોલિસી હેઠળ વીમાધારકના પરિવારને પણ સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. વીમાધારકનું પોલિસી ટર્મ દરમ્યાન જ મૃત્યુ થાય છે તો તેના પરિજનોને તેનો સંપૂર્ણ લાભ પ્રદાન કરવામાં આવશે.

આ સાથે જ LICએ જીવન શિરોમણી હેઠળ પ્રીમિયમ માટે પણ જોગવાઈ નક્કી કરી છે. આ યોજના હેઠળ ઇન્શ્યોર્ડ વ્યક્તિ જો કોઈ ગંભીર બીમારીનો શિકાર થઈ જાય છે તો તેને મૂળ રાશિના 10 ટકા રકમ આપવામાં આવશે. જો કે આ માટે વિશેષ જોગવાઈ કરાઈ છે. LICએ જીવન શિરોમણિ માટે વિશેષ રૂપે બીમારીઓની યાદી તૈયાર કરી છે. આ ઉપરાંત જીવન શિરોમણિ વીમા લેનારાઓ માટે ખાસ રૂપે લોનની વ્યવસ્થા પણ કરાઈ છે.

લોનની સુવિધા
જીવન શિરોમણી વીમા પોલિસી હેઠળ લોનની સુવિધા પણ મળી રહેશે. LIC હેઠળ મળનારી લોન પર વ્યાજદર સમય-સમય પર નિર્ધારિત રહેશે. LICએ નાણાંકીય વર્ષ 2017-18 માટે 9.5% વ્યાજ દર નિર્ધારિત કર્યો હતો. નાણાંકીય વર્ષ 2018-19 માટે પણ LIC તરફથી વ્યાજ દર નિર્ધારિત કરાશે.

વીમો લેવાની યોગ્યતા
LICએ જીવન શિરોમણી વીમો લેવાની યોગ્યતાઓની સાથે સીમાઓ પણ નક્કી કરી છે. આ હેઠળ ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયાનો વીમો લેવો જરૂરી છે. જ્યારે તેની માટે વધુમાં વધુ રકમની સીમા કોઈ નક્કી કરાઈ નથી. પોલિસી ટર્મને 4 વર્ગોમાં વિભાજિત કરાઈ છે. જીવન શિરોમણિ હેઠળ મૅચ્યોરિટીનો સમય 14, 16, 18 અને 20 વર્ષ નક્કી કરાયો છે.

LICએ નવી વીમા પોલિસી માટે ઓછામાં ઓછી અને વધુમાં વધુ વયમર્યાદા પણ નક્કી કરી છે. 18 વર્ષ પૂરા થયા બાદ જ આ વીમા પોલિસીનો લાભ ઉઠાવી શકાશે. જ્યારે મહત્તમ વય મર્યાદાને પોલિસી ટર્મના હિસાબથી ચાર ભાગોમાં વહેંચવામાં આવી છે. જો કે જીવન શિરોમણી વીમાની મેચ્યોરિટી વખતે વીમાધારકની ઉંમર 69 વર્ષથી વધુ ન હોવી જોઈએ તેવી શરત રાખી છે.