LIC Equity Takes Of Loss Rs.57,000 cr Amid Market Weakness
  • Home
  • Business
  • LIC પૉલિસી ધારકો માટે એકદમ ખરાબ સમાચાર, ચોક્કસ વાંચજો, કારણ કે તમારા પૈસા…

LIC પૉલિસી ધારકો માટે એકદમ ખરાબ સમાચાર, ચોક્કસ વાંચજો, કારણ કે તમારા પૈસા…

 | 1:48 pm IST

દેશના કરોડો લોકોની કમાણીના બળ પર લાખો કરોડો રૂપિયાના મોટા ભંડાર પર બેઠેલી LICનો ઉપયોગ દૂધાળી ગાયની જેમ થઇ રહ્યો છે. એલઆઇસીને સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ એજન્ડાને પૂરો કરવા માટે સરકારી કંપનીઓના મુક્તિદાતાની જેમ ઉપયોગ કરાઇ રહ્યો છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે છેલ્લાં અઢી મહિનામાં જ LICને શેરબજારમાં રોકાણમાંથી 57000 કરોડ રૂપિયાની ખોટ થઇ ચૂકી છે. LICએ જે કંપનીઓમાં રોકાણ કર્યું છે તેમાંથી 81%નો બજાર કિંમતમાં અધધ ઘટાડો નોંધાયો છે.

શેરબજારમાં એલઆઇસીએ કરેલા રોકાણથી નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં જ 57000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચૂકયું છે. એલઆઇસીએ સૌથી વધુ આઇટી સેકટરમાં રોકાણ કરી રાખ્યું છે, ત્યારબાદ એસબીઆઈ, ઓએનજીસી, એલએન્ડટી, કોલ ઇન્ડિયા, એનટીપીસી, ઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ છે.

એક રિપોર્ટ પ્રમાણે જૂન ત્રિમાસિકનાઅંત સુધીમાં શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓમાં એલઆઇસીનું રોકાણ મૂલ્ય 5.43 લાખ કરોડ રૂપિયાનું હતું, પરંતુ હવે તે ઘટીને અંદાજે 4.86 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે. આ જ રીતે અંદાજે અઢી મહિનામાં એલઆઇસીના શેરબજારમાં રોકાણને 57000 કરોડ રૂપિયાની ભારે ભરખમ ખોટ ગઇ છે.

છેલ્લાં એક દાયકામાં જાહેરક્ષેત્રની કંપનીઓમાં એલઆઇસનું રોકાણ ચાર ગણું થઇ ગયું છે. આરબીઆઈના આંકડા પ્રમાણે માર્ચ 2019 સુધીમાં એલઆઇસીએ કુલ 26.6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે તેમાંથી એકલા પબ્લિક સેકટરની કંપનીઓમાં જ 22.6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. માત્ર 4 લાખ કરોડ રૂપિયા ખાનગી ક્ષેત્રમાં રોકયા છે.

આ જ રીતે પબ્લિક સેકટરની કંપનીઓમાં એલઆઇસીના કુલ રોકાણનો હિસ્સો એક દાયકા પહેલાંના 75 ટકાની સરખામણીમાં હવે 85 થઇ ચૂકયું છે. આ જ રીતે એક દાયકામાં તેમાં અંદાજે 15 ટકાનો વધારો થયો છે.

આ વીડિયો પણ જુઓ – સુરતમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે 7000 કિલોની 700 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન