LIC has raised a total of Rs. 37,341 crore in 2021-22
  • Home
  • Business
  • LICએ 2020-21માં કુલ રૂ. 37,341 કરોડનું પ્રોવિઝન કર્યું

LICએ 2020-21માં કુલ રૂ. 37,341 કરોડનું પ્રોવિઝન કર્યું

 | 11:49 pm IST
  • Share

  • LICએ IPO અગાઉ પ્રોવિઝન્સ વધાર્યું, NPAમાં ઘટાડો કર્યો

  • સરકારી જીવન વીમા કંપનીએ 2021-22માં કુલ રૂ. 37,341.6 કરોડનું પ્રોવિઝન કર્યું

  • કંપનીની ડાઉટફૂલ, સબ-સ્ટાન્ડર્ડ અને લોસ એસેટ્સ સામેના પ્રોવિઝન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી

સરકારની માલિકીની જીવન વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એલઆઈસી)એ આઈપીઓ માટેની પૂર્વતેયારી રૂપે તેની નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ(એનપીએ)ને નીચી લાવવા માટે તેના ડેટ પોર્ટફેલિયો સામે ઊંચું પ્રોવિઝનિંગ કર્યું છે. જેને કારણે તેની ગ્રોસ એનપીએમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

એલઆઈસીએ ડાઉટફૂલ, સબ-સ્ટાન્ડર્ડ અને લોસ એસેટ્સ સામે રૂ. 34,934.97 કરોડનું પ્રોવિઝન કરી કુલ રૂ. 37,341.6 કરોડનું પ્રોવિઝન કર્યું છે. આ ઉપરાંત તેણે સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે રૂ. 2406.63 કરોડનું પ્રોવિઝન કર્યું છે એમ એલઆઈસીનો નાણાકીય વર્ષ 2020-21 માટેનો ર્વાિષક અહેવાલ નોંધે છે. અગાઉ 2019-20માં એલઆઈસીએ રૂ. 4.49 લાખ કરોડના ડેટ પોર્ટફેલિયોમાં રૂ. 35,063.04 કરોડની જોગવાઈઓ કરી હતી.

એલઆઈસીએ 2020-21માં તેની નેટ એનપીએને ઘટાડીને 0.5 ટકા કરવામાં સફ્ળતા મેળવી હતી. જે 2019-20માં 0.8 ટકા પર હતી. જોકે તેની ગ્રોસ એનપીએ 2020-21ની આખરમાં 7.78 ટકાના ઊંચા સ્તરે જોવા મળી હતી. જે 2019-20ના અંતે 8.17 ટકા પર હતી. 31 માર્ચ 2021ના રોજ કુલ રૂ. 4.51 લાખ કરોડના પોર્ટફેલિયોમાં એલઆઈસીની એનપીએ રૂ. 35,129.89 કરોડ પર હતી. જેમાં સબ-સ્ટાન્ડર્ડ એસેટ્સનું પ્રમાણ રૂ. 254.37 કરોડનું હતું. જ્યારે ડાઉટફૂલ એસેટ્સનું પ્રમાણ રૂ. 20,369.17 કરોડના ઊંચા સ્તરે હતું. જ્યારે લોસ એસેટ્સનું પ્રમાણ રૂ. 14,506 કરોડ હતું. 2019-20માં તેની એનપીએ રૂ. 36,694 કરોડ પર હતી.

વીમા કોર્પોરેશને તેના ઈન્વેસ્ટમેન્ટમાંથી ઈન્ટરેસ્ટ અને ડિવિડન્ડ પેટે 2020-21માં રૂ. 2.2 લાખ કરોડની કમાણી કરી હતી. જે અગાઉના વર્ષની સરખામણીમાં 10 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. નોન-લિંક્ડ બિઝનેસમાંથી કોર્પોરેશને રૂ. 439.71 કરોડની કમાણી કરી હતી. જે મુખ્યત્વે ઈન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીમાંથી થઈ હતી. પોલિસી લોન્સમાંથી તેણે રૂ. 11,467 કરોડ ઈન્ટરેસ્ટ મેળવ્યું હતું. જ્યારે મોર્ગેજિસ પરની લોનમાંથી રૂ. 18.74 કરોડની આવક મેળવી હતી. આ ઉપરાંત તેણે ઈક્વિટીઝ, ગવર્નમેન્ટ સિક્યૂરિટીઝ અને અન્ય સિક્યૂરિટીઝના વેચાણમાંથી રૂ. 36,472.79 કરોડ મેળવ્યાં હતાં. એલઆઈસીએ 2020-21માં રૂ. 6.82 લાખ કરોડની કુલ આવક દર્શાવી હતી. જે 2019-20ની સરખામણીમાં 10.7 ટકા ઊંચી હતી. જેમાં ઈન્વેસ્ટમેન્ટ્સ ઉપરાંત કેપિટલ ગેઈન્સની આવકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ તેણે પોલિસીધારકોને પેમેન્ટ સ્વરૂપમાં રૂ. 2.87 લાખ કરોડની રકમ ચૂકવી હતી. જે અગાઉના વર્ષની સરખામણીમાં 13 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. આમાં મેચ્યોરિટી ક્લેમ્સ, ડેથ ક્લેમ્સ અને સરેન્ડર્સનો સમાવેશ થતો હતો. એલઆઈસીએ કુલ રૂ. 3.6 લાખ કરોડ ચૂકવ્યાં હતાં. જે અગાઉના વર્ષની સરખામણીમાં 9 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો