LIC ગ્રાહકો માટે મોટી ખબર, હવે ઓનલાઈન પેમેન્ટ કરવાથી દર વખતે બચી જશે આટલા પૈસા!

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની અને સ્થાનીક રોકાણકારો માટે ભારતીય જીવન વીમા નિગમ(LIC)નું કહેવું છે કે જો ક્રેડિટ કાર્ટથી ચુકવણી થાય તો કોઈ વધારાની ફી વસુલવામાં આવશે નહી. આ ફાયદો તમે 1 ડિસેમ્બરથી લાગુ થયેલ આ યોજના અનુસાર ઉઠાવી શકશો.
LIC ખરાઅર્થમાં ડીજિટલ પેમેન્ટને વધારો મળે તેવુ ઇચ્છી રહી છે. વધારેમાં વધારે લોકો ડીજિટલ પેમેન્ટ તરફ વળે એવુ LIC તરફથી પ્રયત્નો હાથ ધરાયા છે. LICએ કહ્યુ કે રિન્યુઅલ પ્રીમિયમ, નવુ પ્રીમિયમ કે લોન કે વ્યાજને રીપેમેન્ટ કરવા કોઈ ગ્રાહક જો ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરશે તો તેને 1 ડિસેમ્બર સુધીનું કોઈ વધારાનું પેમેન્ટ આપવાનું રહેશે નહી.
ભારતીય જીવન વીમા નિગમે તેની જાહેરાતમાં જણાવ્યુ છે કે ક્રેડિટકાર્ડથી ફ્રી લેવડદેવડ માટે આ સુવિધા પૈસા સંગ્રહ કરી રાખતા દરેક માધ્યમ પર લાગુ થવો જોઈએ. તેમજ કાર્ડલેસ પેમેન્ટ હોય કે કાર્ડ સ્વાઈપ કરો કે પછી પોઈન્ટ ઓફ સેલ મશીનના માધ્યમથી કરો આ ફાયદો થશે.
LICએ પોલિસી ધારકોને મોટી રાહત આપી છે જેમની પોલિસીને બે વર્ષથી વધારે સમય થયો હોય લેપ્સ થયાને. આવી લેપ્સ થયેલી પોલિસીને ગ્રાહકો ફરીથી ચાલુ કરાવી શકે છે. એક ટ્વીટમાં ભારતીય જીવન વીમા નિગમ(LIC) કહ્યુ કે કંપની ગ્રાહકો માટે લેપ્સ થયેલી પોલિસીને ફરીથી ચાલુ કરવાનો અવસર આપશે.
બે વર્ષથી વધારે સમયથી લેપ્સ થયેલી પોલિસીને ફરીથી ચાલુ કરવાની પરમીશન નહોતી આ યોજનાથી એ લોકોને પણ ફાયદો થશે જેમની પોલિસી બંધ થઈ હોય અને ફરી તેઓ ઇચ્છતા હોય કે તેમની પોલિસી શરૂ થાય.
આ વીડિયો જુઓ: જાણીએ મા અન્નપૂર્ણાના પ્રાગટ્ય અને વ્રત સાથે જોડાયેલી કથા વિશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન