LIC prohibits employees from publicly speaking on IPO
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • IPO પહેલાં જ LICનું કર્મચારીઓને ફરમાન: આ બાબતે કંઇપણ બોલવાનું નથી

IPO પહેલાં જ LICનું કર્મચારીઓને ફરમાન: આ બાબતે કંઇપણ બોલવાનું નથી

 | 11:00 am IST
  • Share

ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ શેર બજારમાં IPO લાવતા પહેલાં કર્મચારીઓ અને એજન્ટ માટે એક ફરમાન રજૂ કરી દીધું છે. કંપનીએ કડક શબ્દોમાં કહ્યું કે તેઓ LICના IPO અંગે જાહેરમાં કોઇપણ પ્રકારનું નિવેદન ના આપે.

LICએ કહ્યું કે IPO અંગે મીડિયા સાથે કોઇપણ પ્રકારની વાતચીત કરવાની મંજૂરી માત્ર કંપનીના ચેરમેન એમઆર કુમાર અને ચાર ડાયરેકટર એમ.કે.ગુપ્તા, રાજકુમાર, સિદ્ધાર્થમોહંતી, મિની આઇપેને જ છે. કંપનીએ કહ્યું કે બાકીના કર્મચારી કે એજન્ટ કંપનીના આઇપીઓના સમય, વેલ્યુએશન કે શેર કિંમત વગેરે અંગે જાહેરમાં કોઇ નિવેદન આપશે નહીં. તદઉપરાંત કર્મચારીઓ અને એજન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર કોઇપણ પ્રકારની માહિતી શેર કરી શકશે નહીં.

LICએ શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે LICનો IPO જાન્યુઆરીથી માર્ચ 2022ની વચ્ચે આવવાનો છે. એક રિપોર્ટ અનુસાર LICએ એકાધિકાર આદેશમાં કહ્યું છે કે IPO/IPOના આકાર, IPOના ટાઇમિંગ/આઇપીઓના વેલ્યુએશન/ભવિષ્યના કોઇ લક્ષ્યાંક અંગે કોઇપણ પ્રકારની માહિતી કોઇ પબ્લિક ફોરમ પર કે સાર્વજનિક નિવેદન દ્વારા આપી શકાય નહીં.

કંપનીએ કહ્યું કે એજન્ટ મીટિંગ/કસ્ટમર મીટ/પબ્લિક ફંકશન કે કોઇ પબ્લિક ફોરમમાં પણ આ મુદ્દા પર વાત કરી શકે નહીં. ભારતમાં વીમા વેપારમાં એલઆઇસીનો બજાર હિસ્સો અંદાજે 70 ટકા છે. દેશભરમાં કંપનીના એજન્ટસનું મોટું નેટવર્ક છે.

LICના દેશભરમાં 13.5 લાખ એજન્ટ છે જ્યારે બાકી તમામ 20 ખાનગી વીમા કંપનીઓના કુલ મળીને અંદાજે 11 લાખ એજન્ટ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો