જીવનમાં...સુખ-દુઃખ સાપેક્ષ - Sandesh

જીવનમાં…સુખ-દુઃખ સાપેક્ષ

 | 12:33 am IST

ચિંતન । વી.એમ. વાળંદ

તપ એટલે શું ? આમ તો તપ શબ્દ વેદકાળથી અસ્તિત્વમાં છે. સંસ્કૃતમાંથી જેમ ઘણાં શબ્દો જગતની સર્વે ભાષામાં ઊતરી આવ્યા છે તે જ રીતે તપ શબ્દ ગુજરાતી ભાષામાં અવતરણ પામ્યો છે.

તપ એટલે તપવું તપવું કયા અર્થમાં ? તો સૂર્ય પોતાના કિરાણો દ્વારા સમગ્ર સૃષ્ટિને તપાવે છે. ત્યારે જ સૃષ્ટિમાં નવસર્જન થાય છે. પુનઃરચના થાય છે. સૂર્ય ન હોવાની કલ્પના કરીએ તો કાળક્રમે સૃષ્ટિનું ચેતન હણાઈ જાય છે. આમ સૃષ્ટિનું ચાલક બળ જ તપ છે. તપવું છે. આર્ય સંસ્કૃતિમાં સૂર્યને મહાન ગણ્યો છે તેની પૂજા, અર્ચના થાય છે. તેની પાછળ મૂળ તાત્પર્ય જ આ છે. સૂર્યનમસ્કાર, સૂર્યને અંજલિ એ પાછળ પૂર્વજોએ મનુષ્યોને સૂર્ય સન્મુખ જવા પ્રેર્યા છે. કારણ કે તેથી મનુષ્યોને શારીરિક, માનસિક, આર્થિક લાભ પહોંચે છે. જેમ હંમેશાં વંદન કરવાની ટેવવાળાની ચાર વસ્તુમાં વધારો થાય છે. (૧)આયુષ્ય (૨) વિદ્યા (૩) ર્કીિત (૪) બળ કંઈક આવું જ સૂર્ય સાથેના મનુષ્યના તાદાત્મયથી લાભકારી બને છે.

જેમ સૂર્ય સૃષ્ટિનું તપ-તાપ દ્વરા ભરણપોષણ લાલન-પાલન કરે છે તેવું જ મનુષ્યના શરીરમાં રહેલો અગ્નિ-જઠરાગ્નિ આપણા શરીરનું પોષણ, વૃદ્ધિ કરે છે. આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો કહ્યું છે કે સર્વે અપિ રોગાન્ મંદાગ્નિ ભવેત !

સર્વ રોગોનું મૂળ મંદાગ્નિ છે. મતલબ હોજરીમાં રહેલ સૂર્યનું નાનું સ્વરૂપ છે. અગ્નિ મંદ થતાં જ સર્વે રોગ મનુષ્યોને પીડિત કરે છે. જેમ સૂર્ય બહાર છે તેમ જઠરાગ્નિ અંદર છે. એ જ ખોરાકને તપાવે, પચાવે, રસ, રક્ત બનાવી તંદુરસ્તી અર્પે છે. આમ તપનો પહેલો અર્થ થયો.

બીજો અર્થ જો યોગ્ય તબિયત ન હોય તો આપણે શરીર દ્વારા ધર્મ, અર્થ, કામ, મોક્ષ જેવા માનવાના અંતિમ ધ્યેયને પામી ન શકીએ. આ બધું જ પામવા શરીર સ્વસ્થ જોઈએ. શરીર એક આ સૌ કાર્ય માટેનો આધારસ્તંભ છે. જો શરીર જ ન હોય તો ઉપરના ચારેય ધ્યેયો ફળીભૂત થતાં જ નથી.

હવે જેમને ધર્મની યાત્રા કરવી છે, આ સંસારના ભોગોથી છૂટવું છે કંઈક નવું પામવું છે, પોતાનું આ જ ભવમાં કલ્યાણ કરવાનું છે. તેણે અગ્નિને બળવાન તથા સંયમમાં રાખવાનો છે. કારણ કે શરીરમાદ્ય ખલુ ધર્મસાધનમ્ ! શરીર જ ધર્મ પામવાનું સાધન છે.

વાત, પિત્ત, કફ હોય જે શરીરમાં અગ્નિને આશ્રીત થઈને રહ્યાં છે. તેને વ્યક્તિએ સમદોષરૂપે જાળવવા પડશે ત્યારે જ શરીર સુખમય રહેશે. શરીર સુખમય રહેશો તો સાંસારિક અને પારલૌકિક કાર્યાેના પથ પર સ્વસ્થતાથી પ્રયાણ કરી શકાશે.

હવે તપને ધાર્મિક અર્થમાં મૂલવીએ શરીરને સંયમપૂર્વક આહાર-વિહાર આપીએ, જૈન શાસ્ત્રની ઉડાણભરી નજર છે. માનવના સ્વાસ્થ્ય તરફ તો એ જે કાર્ય કરવા મૂળરૂપે આ સંસારમાં આવ્યો છે. આત્માના ઉદ્ધાર, કલ્યાણ માટે તે કાર્ય સાંગોપાંગ રીતે કરી શકશે.

શરીર સ્વસ્થ હશે તો વિચારો સ્વસ્થ આવશે, વિચારો સ્વસ્થ આવશે તો સ્વના કલ્યાણનું, મોક્ષ પ્રાપ્તિના જ્ઞાાન માટેની ઝંખના, આતુરતા જાગશે, પછી તે રસ્તો ખોલશે. ગુરુ, મુનિ, જૈન શાસ્ત્ર તેને માટે પગદંડી બનશે. કંટક ભરેલો અગાઉનો રસ્તો હવે ફૂલ પાથરેલો બની જશે. વ્યક્તિ સડસડાટ સૌના સમન્વયથી ખુશ્બુથી મહોરતા પંથે દોડ મૂકી ધ્યેયને વરશે.

જ્યારે માનવ ભરપેટ જમે છે ત્યારે શરીરના અવયવોને હોજરી, હૃદય, યકૃત, લીવર, મગજ સૌને સખત કામમાં લાગી જવું પડે છે તે માટે અવયવોને શ્રમ પડે છે. ખાસ તો મગજ ત્યારે કશું નવું વિચારવા માટે નવરું જ હોતું નથી. સૌ પર ભારી બોજ આવી જાય છે. હવે જો જૈન સિદ્ધાંત અનુસાર તપ કરીએ તો શરીર, મન, સૌને શાંતિ, મળે. શાંતિમાંથી જ નવસર્જન થાય છે. નવા વિચારોનું આગમન થાય છે.

ભગવાન મહાવીરોનો સ્વાદવાદ સિદ્ધાંત ત્યારે ચરિતાર્થ થાય છે. પ્રભુએ બહુ જ સૂક્ષ્મ રીતે વિચાર્યું છે. જે સંયમની વાત કરી તે જો મનુષ્યોએ પાળી બતાવી હોત તો આજનું પર્યાવરણ ખરાબ થયું જ ન હોત ! પર્યાવરણ ખરાબ થવાનું મૂળ કારણ સંયમ વિના શરીર, સંપત્તિ, પ્રકૃતિનો ઉપયોગ થવો તે છે. આમ કરવામાંથી દૂર રહીએ તો માઠા પરિણામો ભોગવવાનો વારો ન આવે.

અર્થાત્ મનુષ્ય જન્મ ધરી જે કોઈ શ્રાવક કે માનવ આવ્યો છે તેણે ભગવાનના ચીંધેલ માર્ગે જ ચાલવું પડશે તો જ કલ્યાણ થશે. નહીંતર લખચોરાસીના ફેરામાં ભટકવાનું છે. ફરી માનવ દેહ મળે ત્યારે પ્રભુભક્તિ કે મોક્ષનું વિચારવાનું છે, એ પુનર્જન્મ ક્યારે મળે ? ક્યાં મળે ? જૈન કે જેનેતર ? મળે કે ન પણ મળે ? માટે મહામૂલો મનુષ્ય દેહ મળ્યો છે તેને તપ દ્વારા સંયમિત કરી ગુરુ ભગવંતોએ ર્નિિદષ્ઠ કરેલ માર્ગ સૌ અપનાવીએ સ્વના કલ્યાણ સાથે સૌનું કલ્યાણ કરીએ.ં.