લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલમાં અર્જુન કપૂર, કરીના કપૂર ખાન - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલમાં અર્જુન કપૂર, કરીના કપૂર ખાન

લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલમાં અર્જુન કપૂર, કરીના કપૂર ખાન

 | 2:55 am IST

વીરે દી વેડિંગ બાદ અભિનેત્રી કરીના કપૂર ખાનને ત્રણ ફિલ્મોની ઓફર છે. જેમાંથી ગુડ ન્યૂઝ અને તખ્ત એમ બે ફિલ્મો માટે તેણે હા પાડી દીધી છે જ્યારે ત્રીજી ફિલ્મ માટે વિચારી રહી છે. ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલ બની રહી છે જેમાં બોલિવૂડની બેબો અભિનેતા અર્જુન કપૂર સાથે જોવા મળશે. અર્જુન કપૂર સાથે અભિનેત્રીએ ફિલ્મ કી એન્ડ કામાં કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૭માં આવેલી ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી અને દર્શકોમાં મલ્ટિસ્ટારર ફિલ્મના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. આ ફિલ્મની સિક્વલ બની રહી છે જેમાં અર્જુન કપૂર સાથે કરીના કપૂરના એકપણ દૃશ્યો નહીં હોય.