Lifestyle Benefits Of Aluminium Foil
  • Home
  • Featured
  • ખાવાનું પેક કરવામાં આવતા એલ્યુમિનિયમ ફોઇલના આ છે અઢળક ફાયદા

ખાવાનું પેક કરવામાં આવતા એલ્યુમિનિયમ ફોઇલના આ છે અઢળક ફાયદા

 | 2:07 pm IST

ખાવાનું પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. પરંતુ શુ તમે જાણો છો કે તે ઘરના કેટલાક નાના-નાના કામ જેવા કે કાતરની ધાર તેજ કરવા, કાટ ઉતારવા કે બેટરી ચાર્જ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આજે અમે એલ્યુમિનિયમ ફોઇલથી જોડાયેલી કેટલીક એવી ટ્રિક્સ તમને જણાવીશું તે તમારા કામને સહેલું બનાવી દેશે.

કાતરની ધાર તેજ કરવા

સમયની સાથે કાતરની ધાર પણ ઓછી થઇ જાય છે. કેટલીક વખત તેમા કાટ લાગી જાય છે. એવામાં તમે ઘરે જ આ સમસ્યાને દૂર કરી શકો છો. કાટ લાગેલી કાતરથી 8-10 વખત એલ્યુમિનિયમ ફોઇલને કાપવાથી તેનો કાટ ઓછો થઇ જશે અને તેની ધાર પણ તેજ થઇ જશે.

કપડાને કરો ઇસ્ત્રી

જો તમે કપડાને આયરન કરતા સમયે ઓછી મહેનત કરવા માંગો છો તેમજ પ્રેસિંગ પરફેર્ટ કરવા માંગો છો એલ્યુ મિનિયમ ફોઇલનો ઉપયોગ કરો. કપડાને પ્રેસ કરતા પહેલા તેની નીચે ફોઇલ પાથરી દો. તેની નીચે રાખેલું ફોઇલ ગરમ થઇ જશે અને બન્ને તરફથી કપડાની કરચલી દૂર થઇ જશે.

બેટરી કરશે ચાર્જ

ઘરમાં ટીવીના રિમોટ કે અન્ય કોઇ વસ્તુની બેટરી ખતમ થઇ ગઇ છે તો તે સમયે એલ્યુમિનિયમ ફોઇલ તમારી મદદ કરશે. ફોઇલને બેટરીની બન્ને બાજુ લગાવી ઉપયોગ કરો.

ફર્નિચર ખસેડવામાં મદદ

કેટલાક ફર્નિચર એવા હોય છે કે જેની નીચે પૈડા લાગેલા હોતા નથી. જેની સેટિંગ એક જગ્યાએથી બીજી જગ્યા પર કરવાની હોય તો તેને ખસેડવામાં ખૂબ મુશ્કેલી થાય છે. એવામાં ફર્નિચરના પાયા પર એલ્યુમિનિયમ ફોઇલ લપેટી દો આમ કરવાથી ફર્નિચર સહેલાઇથી ખસેડી શકાય છે.

ખાવાનાને દાઝી જવાથી બચાવશે

તમે ઇચ્છો છો કે ખાવાનું વાસણમાં ચોંટી ન જાય તો પેન પર ફોઇલની એક પરત રાખી લો. આમ કરવાથી તમે તેલ વગર પણ ખાવાનું બનાવી શકો છો.