જ્યારે પણ મોકો મળે ગપ્પા મારો, થશે અઢળક ફાયદાઓ - Sandesh
  • Home
  • Lifestyle
  • જ્યારે પણ મોકો મળે ગપ્પા મારો, થશે અઢળક ફાયદાઓ

જ્યારે પણ મોકો મળે ગપ્પા મારો, થશે અઢળક ફાયદાઓ

 | 12:05 pm IST

ગોસિપ કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. વૈજ્ઞાનિકો અનુસાર, ગપ્પા મારવાથી આપણે વધુ સ્વસ્થ અને ખુશ રહીએ છીએ અને પોતાને તાજગીભર્યા અનુભવીએ છીએ. ગોસિપ કરવાથી આપણને બીજા લોકો સાથે જોડાણનો અનુભવ થાય છે અને આથી ભરોસાપાત્ર વ્યક્તિની પસંદગી કરવામાં સરળતા રહે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર રોબિન ડંબર અનુસાર, ગોસિપ આપણને જીવીત રાખવા માટે સૌથી ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. ગપ્પા મારવા એટલે લોકે સાતે હસવા અને મસ્તી કરવાની સાથે વાતચીત કરવું છે. ગપ્પા મારવાથી સામાજીક જીવનમાં ઘટી રહેલ પ્રક્રિયાઓની જાણકારી પણ મળે છે.

યરૂશલમની હિબ્રુ યૂનિવર્સિટીનાં ઇતિહાસનાં પ્રોફેસર યુવાલ નોઆ હરારી અનુસાર, માણસોને ભાષા મળ્યા બાદ તેમણે પોતાના આ ગુણને ધીરે-ધીરે વિક્સિત કર્યો ત્યારે તે સતત એક કલાક સુધી ગપ્પા મારવા લાયક બન્યો છે.