lifestyle Easy and Effective Tips to Sink Smells
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • સિંકની દુર્ગંધ દૂર કરવા માટે સહેલી અને અસરકારક ટિપ્સ

સિંકની દુર્ગંધ દૂર કરવા માટે સહેલી અને અસરકારક ટિપ્સ

 | 3:14 pm IST

વરસાદની ઋતુમાં ઘરના દરેક ખૂણાથી લઇને કપડા, પથારી અને રસોડમાં રાખેલી કેટલીક વસ્તુઓમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે. એવામાં લોકો તેમના ઘરને યોગ્ય રીતે ક્લીન કરે છે. પરંતુ રસોડામાં આવેલા સિંકની દુર્ગંધ પર કોઇનું ધ્યાન જતું નથી. જ્યારે પણ રસોડામાં એન્ટ્રી કરો તો આ દુર્ગંધ તમને પરેશાન કરી દે છે. એવામાં લોકો રસોડા અને સિંકની સ્વચ્છતા તો કરે છે. પરંતુ દુર્ગંધ ઓછી થતી નથી. એવામાં લોકો મોંઘામાં મોંઘા ક્લીનર ખરીદે છે. છતાં પણ કોઇ ફરક પડતો નથી.

કેમ આવે છે સિંકમાંથી દુર્ગંધ
સિંકમાં વધેલા શાકની ગ્રેવી, સૂપ કે અન્ય કેટલાક લિક્વડિને સિંકમાં જવા દેવાથી આ દુર્ગંધ આવવા લાગે છે. કારણકે આ વસ્તુઓમાં જીવાત થઇ જાય છે અને દુર્ગંધ આવવા લાગે છે. તે સિવાય આ બેક્ટેરિયાના કારણે પણ દુર્ગંધ આવવા લાગે છે. જેથી સિંકમાં ક્યારેય પણ આ પ્રકારની વસ્તુઓ ન જવા દો.

સિંક દૂર્ગંધ દૂર કરવા માટેના ઘરેલું ઉપાય
– જો તમારું સિંક સ્ટેઇનલેસ સ્ટીલથી બનેલું છે તો તેની સ્વચ્છતા બેકિંગ સોડાથી કરો. સિંકમાં બેકિંગ સોડા છાંટી દો અને 5 મિનિટ પછી સિંકને સ્ક્રબથી રગડીને સાફ કરો. તેનાથી દુર્ગંધ દૂર થવાની સાથે સિંક ચમકવા લાગશે.

– સિંકને હંમેશા સુગંધિત બનાવવા માટે નારંગીની છાલ પણ અસરકારક છે. નારંગીની છાલને સિંક પર રગડો. થોડીક વાર માટે તેને રહેવા દો. ત્યાર પછી પાણીથી બરાબર સાફ કરી લો. આમ આ ઉપાય કરવાથી સિંકમાંથી દુર્ગંધ ઝડપથી છૂમંતર થઇ જશે.

– વરસાદની ઋતુમાં સિંકની દુર્ગંધ દૂર કરવા માટે નેપ્થલીનની ગોળીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી સિંકના દરેક બેક્ટેરિયા ખતમ થઇ જશે અને દુર્ગંધથી રાહત મળી શકે છે.

– તમે ઇચ્છો તો વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. સિંકમાં વિનેગર ઉમેરીને 5 મિનિટ રાખી મૂકો તે પછી તેને સ્ક્રબ અને પાણીથી રગડીને સાફ કરી લો. જેનાથી સિંક ક્લીન થઇ જશે અને ગંદકી પણ ઓછી થઇ જશે. સિંકમાં વ્હાઇટ સ્પોટ પડી જાય છે તે પણ સહેલાઇથી નીકળી જશે.

– સિંક અને ડ્રેન પાઇપને ધોઇ લીધા પછી સિંક પર હળવું પાણી ઉમેરી લો અને ટુવાલ કે ટિશ્યુથી યોગ્ય રીતે સ્વચ્છ કરી લો. તેનાથી સિંક પર પાણીના ડાઘ પણ નહીં રહે.