Lifestyle After dinner Why are the given in the Finger Bowl?
  • Home
  • Featured
  • હોટલ અને રેસ્ટોરન્ટમાં કેમ આપવામાં આવે છે ફિંગર બાઉલ

હોટલ અને રેસ્ટોરન્ટમાં કેમ આપવામાં આવે છે ફિંગર બાઉલ

 | 1:27 pm IST

તમે કોઇ હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવા જાવ છો. ભોજન કર્યા બાદ હાથ ધોવા માટે લીંબુ વાળુ નવશેકુ પાણી આપવામાં આવે છે. જેને ફિંગર બાઉલ કહેવામાં આવે છે. તમે ખાવાનું ખાઇ લીધા પછી તેમા હાથ ધોઇને તમે ટિશ્યૂથી હાથ લૂંછી લો છો. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ ફિંગર બાઉલ આપવામાં આવે છે. આવો અમે તમને જણાવીએ કે ફિંગર બાઉલની કહાની અને તેને ઉપયોગમાં લેવાની યોગ્ય રીત.

ફિંગર બાઉલ આપવાની સૌથી રસપ્રદ કહાની છે. જોકે, પહેલાના સમયમાં ખાવાનું ખાઇ લીધા બાદ મીઠા વ્યંજનને ખાધા બાદ ફિંગર બાઉલ આપવામાં આવતો હતો. જેથી ખાઇ લીધા પછી હાથથી કપડામાં કોઇ ડાઘ ન લાગી જાય. પરંતુ આજકાલ રેસ્ટોરન્ટ અને હોટલમાં ખાવાનું ખાઇ લીધા પછી અને મીઠા ખાઇ લીધા પહેલા સર્વ કરવામાં આવે છે.

લીંબુ વાળુ ફિંગર બાઉલ કેમ?

તમે ક્યારેય એક વાત નોટિસ કરી છે કે દરેક ફિંગર બાઉલ્સમાં લીંબુ જ કેમ આપવામાં આવે છે. એવો કોઇ રિવાજ કે નિયમ નથી જે હેઠળ ફિંગર બાઉલમાં લીંબુ ઉમેરવું જરૂરી છે. કારણકે લીંબુમાં એન્ટી બેક્ટેરિયલ ખતમ કરવાના ગુણ રહેલા છે. નવશેકા પાણીમાં લીંબુ કટ કરલો ટૂકડો હાથથી ખાવાથી દુર્ગંધ હટાવવા સિવાય જીવાણુંઓને ખતમ કરે છે. તેમા રહેલા એસિડ તત્વ હાથોમાં ખાવાના કારણે રહી ગયેલા તેલને દૂર કરવામાં મદદ કરે છે.

શુ કહે છે એટિકેટ્ડ

ફિંગર બાઉલમાં તમારો આખો હાથ ડૂબાડવાની જગ્યાએ તેમા તમારે તમારી આંગળીઓ ડૂબાડવી જોઇએ. તે પણ લીંબુને અડ્યા વગર. કેટલીક વખત લોકો ફિંગર બાઉલમાં આંગળીઓ ડૂબાડીને લીંબુને નીચવી દેતે છે. જે ડાઇનિંગ એટિકેટ્સ અનુસાર યોગ્ય નથી. બાઉલમાં લીંબુ હોવાનો મતલબ એ નથી કે તમે લીંબુને નીચવી લો.

ક્યાંથી આવ્યો ફિંગર બાઉલનો કોન્સેપ્ટ

જોકે, ફિંગર બાઉલ કોન્સેપ્ટ ખૂબ જૂનો છે. જ્યારે પહેલાના સમયમાં રેસ્ટોરન્ટ માલિક ફિંગર બાઉલ અને લાઇવ મ્યુઝિક દ્વારા કસ્ટમર્સને એટ્રેક્ટ કરતા હતા. જ્યારે આપણા દેશમાં ઘણી જગ્યા પર ખાવાનું ખાઇ લીધા પછી ફિંગર બાઉલને સર્વ કરવાનો રિવાજ છે. જ્યારે યુએસમાં આ પ્રેક્ટિસ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન ખતમ થઇ ચૂકી છે. અમેરિકી ખાદ્યા પ્રશાસને રેસ્ટોરન્ટને વધારે ચાંદી, બોન ચાઇના અને કાચથી બનેલા પદાર્થોથી દૂર રહેવાની સલાહ આપી હતી.

જ્યારે ભારતીય ટ્રેડિશનની વાત કરીએ તો વાસણમાં હાથ ધોવાને ખોટું માનવામાં આવે છે. કારણકે અંહી વાસણને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જેથી ગંદા હાથ ખાવાની થાળી કે વાસણમાં ઘોવા યોગ્ય માનવામાં આવતું નથી. જેથી આપણા ત્યાં કેટલાક રેસ્ટોરન્ટમાં ફિંગર બાઉલ સર્વ કરવાની સિસ્ટમને ફોલો કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન