lifestyle Bathroom tiles have been dirty follow Tips
  • Home
  • Featured
  • બાથરૂમના ટાઇલ્સ થઇ ગયા છે તો આ સહેલી રીતથી ચમકાવો

બાથરૂમના ટાઇલ્સ થઇ ગયા છે તો આ સહેલી રીતથી ચમકાવો

 | 6:40 pm IST

બાથરૂમ જો સાફ ન હોય તો આખા ઘરની સુંદરતા જતી રહે છે. ખાસ કરીને બાથરૂમમાં સ્નાન કર્યા બાદ બાથરૂમ ચીકણું થઇ જાય છે. તે સિવાય તેના ટાઇલ્સ પણ ખૂબ ચીકણા અને તેમા ડાઘ પડી જાય છે. તો આજે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે તમારા બાથરૂમને ચમકાવી શકશો. આ ટિપ્સ ખૂબ સહેલી અને અસરકારક છે. તેમજ તેનાથી તમે ઓછા ખર્ચે તમે બાથરૂમની ગંદકીને દૂર કરી શકો છો.

– બાથરૂમમાં આપણે વોશ બેસિનનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. જેથી બાથરૂમનું વોશ બેસિનમાં ચિકાશ ખૂબ જ હોય છે. તેને ધોવા માટે તમે બે ચમચી બોરિક પાઉડર ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો. હવે તેનાથી બાથરૂમને સાફ કરો. તમારુ બાથરૂમ ચમકી જશે.

– બાથરૂમના ટાઇલ્સ ખૂબ ગંદા થઇ ગયા છે તો અમે તમારા માટે ઉપાય લઇને આવ્યા છીએ. ખાસ કરીને તમે બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ કપડા પર લાગેલા ડાઘ દૂર કરવા માટે કરો છો. તો બાથરૂમના ટાઇલ્સ પર બ્લીચીંગ પાઉડર છાંટી દો અને તેને ઘસીને સાફ કરો. જેનાથી ટાઇલ્સ પર એકઠી થયેલી ગંદકી દૂર થશે અને ટાઇલ્સમાં ચમક આવી જશે.

– કેટલીક વખત આપણા પગ ખૂબ જ ગંદા હોય છે અને આપણે ગંદા પગે બાથરૂમમાં જતા રહીએ છીએ તો તેનાથી બાથરૂમમાં આપણા ગંદા પગના પગલાં પડે છે. માટે બાથરૂમની બહાર મેટ અવશ્ય રાખો. જો તમને બજારમાં મળતા મેટ મોંઘા પડે છે તો તમે તમારા જૂના ટુવાલને ફેંકશો નહીં અને તેમા ફોમની શીટ નાખીને તેની ચારેય બાજુથી સિલાઇ કરી લો અને તેને બાથરૂમની આગળ મૂકી વગર ખર્ચે મેટ તૈયાર કરી શકો છો.