ભોજનમાં સ્વાદ લાવવા સિવાય મીઠું આ કામમાં છે બેસ્ટ - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ભોજનમાં સ્વાદ લાવવા સિવાય મીઠું આ કામમાં છે બેસ્ટ

ભોજનમાં સ્વાદ લાવવા સિવાય મીઠું આ કામમાં છે બેસ્ટ

 | 8:00 pm IST

મીઠુ એ ભોજનમાં મહત્વનો ભાગ ભજવે છે.. તમે તમારું મનપસંજદ ખાવાનું પણ નહીં ખાવ જો તેમા મીઠું ન હોય. મીઠું વધારે મોંઘું પણ નથી. તેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે કરવામાં આવે છે અને તે ભોજનને ખરાબ થતા પણ બચાવે છે. શું તમને ખબર છે કે મીઠાનો ઉપયોગ રોજબરોજની લાઇફમાં કેમિકલઉત્પાદનની જગ્યાએ કરવમાં આવે છે. તે સિવાય તેનાથી સુંદરતા પણ વધારી શકાય છે. શુ તમે મીઠાનો ઉપયોગ સફાઇ માટે કર્યો છે? તો આવો જોઇએ મીઠું કઇ રીતે ઉપયોગી છે.

• ભોજનને ખરાબ થવાથી બચાવવા સિવાય તેનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે.
• જ્યારે તમે ડુંગળી અને લસણ કટ કરો છો તો તેની સુગંધ જલદી જતી નથી. તેનો એક સહેલો ઉપાય છે. તમારા હાથને ભીના કરો અને તેની પર મીઠુ લગાવી દો. તે બાદ બન્ને હાથ બરાબર ધોઇ લો.
• મીઠાનું પાણી ખીલ તેમજ એક્ને પર લાગવવાથી ખીવમાં ઘણી રાહત મળે છે. મીઠાથી ખીલ દુર થાય છે. તેમજ નાની ઇજા થઇ હોય તો મીઠાના ઉપયોગથી તે દૂર થાય છે.
• જો તમારા બૂટમાંથી દુર્ગંધ આવી રહી છે. તો ઘણી વાર આ દુર્ગંધના કારણે શરમ અનુભવવી પડે છે. તમારા બૂટમાં મીઠુ ભરેલી થેલી રાખો તેમજ થોડૂક મીઠું ફેલાવી દો, બે કલાક સુધી મીઠુ અંદર રહેવા દો. આમ કરવાથી બૂટમાં રહેલી દુર્ગંધ દૂર થઇ જશે.
• મીઠાનો સૌથી વધારે સારો ઉપયો કટ કરેલા ફળને તાજા રાખવામાં થાય છે. કટ કરેલા ફળ પર મીઠુ છાંટવાથી તે તાજા રહે છે.
• તે સિવાય જો કોઇ ઝેરી જીવજંતુ કરડી ગયું હોય તો તમે તે જગ્યા પર મીઠુ લગાવી શકો છો. આમ કરવાથી જલદી રાહત મળશે.
• તાંબાની વસ્તુઓને ચમકદાર બનાવવા માટે તેની પર મીઠુ, વિનેગર અને લોટનું મિશ્રણ લગાવો. આમ કરવાથી તાંબાના વાસણ પરની કાળાશ દૂર થશે.