લીંબુની છાલથી આ રીતે ચમકાવો ઘરના ખૂણે-ખૂણા - Sandesh
  • Home
  • Lifestyle
  • લીંબુની છાલથી આ રીતે ચમકાવો ઘરના ખૂણે-ખૂણા

લીંબુની છાલથી આ રીતે ચમકાવો ઘરના ખૂણે-ખૂણા

 | 3:59 pm IST

લીંબુનું સેવન કરવું ગરમીમાં સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે. લોકો લીંબુ નીચવીને તેની છાલ ફેંકી દે છે. પરંતુ શુ તમે જાણો છો કે તેની છાલમાં કુદરતી બ્લિચ હોય છે. જે વસ્તુઓને ચમકાવવાનું કામ કરે છે. આજે અમે તમને લીંબુની છાલથી ઘર ચમકાવવાની રીત જણાવીશું

• માઇક્રોવેવ સાફ કરવા માટે મોંઘા ક્લીનર નહીં, પરંતુ લીંબુનો ઉપયોગ કરો. એક લીંબુનો ટૂકડો લો. તેના આશરે 15 મિનિટ માટે ગરમ થવા માટે રાખો. 5 મિમિટ માટે તેને રહેવા દો અને પછી માઇક્રોવેવને ટુવાલથી સાફ કરી લો.

• રસોઇઘરમાં રાખેલા ડસ્ટબીનની દુર્ગંધને દૂર કરવા માટે લીંબુનો રસ નીચવી લો અને થોડીક વાર રહેવા દો. થોડીક વારમાં ડબ્બાને સાફ પાણીથી ધોઇ લો. આમ કરવાથી થોડીક વારમાં દુર્ગંધ દૂર થઇ જશે.

• શાક કટ કરવાના ચોપિંગ બોર્ડ પર ફળો અને શાકભાજીના ડાઘ-ધબ્બાને દૂર કરવા માટે લીંબુનો ટૂકડો રગડો. આમ કરવાથી ડાઘ દૂર થવાની સાથે શાકભાજીની સુગંધ પણ દૂર થશે.

• કપડા પરથી ડાઘ દૂર કરવા માટે લીંબુના ટૂકડાને તે ડાઘ પર રગડો અને તેને ધોઇને તડકામાં સુકવી દો. ડાઘ ગાયબ થઇ જશે.

• સિંકને સાફ કરવા માટે તેમા લીંબુ અને મીઠુ નીચવીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તેનાછી સિંકને સાફ કરો. આમ કરવાથી સિંકમાં ચમક આવી જશે.

• કાચના દરવાજા, બારીઓ તેમજ અરીસાને લીંબુની મદદથી સાફ કરી શકાય છે.