લીંબુની છાલ તમારી આ સમસ્યા કરશે દૂર, જાણો કેવી રીતે - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લીંબુની છાલ તમારી આ સમસ્યા કરશે દૂર, જાણો કેવી રીતે

લીંબુની છાલ તમારી આ સમસ્યા કરશે દૂર, જાણો કેવી રીતે

 | 2:41 pm IST

લીંબુનું સેવન ગરમીમાં સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે. લીંબુ પાણી બનાવ્યા પછી તેની છાલને બેકાર સમજીને લોકો ફેંકી દે છે. પરંતુ લીંબુની છાલ પણ લીંબુના રસની જેમ પોષક તત્વથી ખૂબ ભરપૂર હોય છે. તેની છાલને તમે ખાવાના સિવાય ઘરના કેટલાક કામોમાં પણ ઉપયોગ કરી શકો છે. જેમ કે ઘરની સાફ-સફાઇ માટે.. આવો જોઇએ હોમ ઇન્ટીરિયરને સાફ કરવાથી લઇને કેવી રીતે લીંબુની છાલનો ઉપયોગ કરવો જોઇએ.

– રસોઇના વાસણને ચમકાવીને રાખવા સહેલું કામ નથી. તાંબાના વાસણ સ્ટીલના વાસણની સરખામણીમાં જલદી કાળા પડી જાય છે. તેને ચમકાવવા માટે લીંબુની છાલનો ઉપયોગ કરી શકાય છે. લીંબુની છાલ પર થોડૂક મીઠું લગાવીને તેનાથી વાસણ ઘસો. ત્યાર પછી તેને ધોઇ લો અને સૂકા કપડાથી લૂંછી લો. આમ કરવાથી તાંબાના વાસણ ચમકી જશે.

– વાસણ જ નહીં પરંતુ કપડાને ચમકાવવા માટે લીંબુની છાલ ઉપયોગમાં લઇ શકાય છે. પાણીને ઉકાળીને તેમા લીંબુની છાલ ઉમેરી લો. હવે આ પાણીને ગાળીને વોશિંગ મશીનમાં કપડા ધોવાના પાણી સાથે મિક્સ કરી લો અને તેનાથી કપડા ધુઓ. આ રીતે કપડા ધોવાથી કપડામાં ચમક આવી જશે.

– જમીન પર લાગેલા ડાઘથી ઘર ગંદુ લાગવા લાગે છે. તેના માટે લીંબુની છાલના નાના-નાના ટૂકડા કરીને તેને વિનેગરમાં ઉમેરી 10-15 મિનિટ માટે રાખી મૂકો. તેને ફ્લોર પર ક્લીનરની જેમ ઉપયોગ કરો. પોતું કરતા સમયે પાણીમાં તેનું એક ઢાંકણ ઉમેરી લો. જેનાથી ઘરમાં થતી કીડઓ અને જીવાણું પણ દૂર થશે.

– છોડ આંગણાની સુંદરતાને વધારી દે છે. તેના ખાસ સાચવણી કરવા માટે સમય-સમય પર ખાતરની જરૂર પડે છે. લીંબુની છાલનો ઉપયોગ ખાતરની જેમ કરી શકાય છે. આ છાલને પાણીની સાથે પીસીને છોડમાં ઉમેરો. આ પાણી પૌષ્ટિક ખાતરનું કામ કરશે.