ફક્ત હાથની સુંદરતા માટે જ નહીં આ કામમાં પણ ઉપયોગી છે નેઇલ પેઇન્ટ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ફક્ત હાથની સુંદરતા માટે જ નહીં આ કામમાં પણ ઉપયોગી છે નેઇલ પેઇન્ટ

ફક્ત હાથની સુંદરતા માટે જ નહીં આ કામમાં પણ ઉપયોગી છે નેઇલ પેઇન્ટ

 | 3:06 pm IST

હાથની સુંદરતા વધારવા માટે નેઇલ પેઇન્ટ લગાવવામાં આવે છે. નેઇલ પેઇન્ટ સિવાય આજકાલ નેઇલ આર્ટનો પણ ખૂબ ટ્રેન્ડ છે.કપડાની સાથે મેચિંગ નેઇલ પેઇન્ટ દેખાવમાં સારી પણ લાગે છે. હાથની સુંદરતા વધારવાની સાથે તેનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તમે પણ નેઇલ પેઇન્ટના અનેક ફાયદા લઇ શકો છો. તો આવો જોઇએ તેના કેટલાક ઉપયોગ..

– કામ કરતા સમયે કેટલીક વખત ત્વચા પર ઇજા થઇ જાય છે. જેનાથી લોહી પણ નીકળવાનું શરૂ થઇ જાય છે. લોહીને તરત બંધ કરવા માટે તમે તે ઇજા પર નેઇલ પેઇન્ટ લગાવી શકો છો. આ ઉપાય કરવાથી ખૂબ જલદી લોહી બંઘ થઇ જશે.

– ત્વચા પર હળવી ખંજવાળ આવી રહી ઠછે તો તેની પર પણ તમે નેઇલ પેઇન્ટ લગાવી શકો છો.

– કેટલાક લોકોની ત્વચા ખૂબ સેંસેટિવ હોય છે. આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવાથી કેટલાક લોકોની ત્વચા પર ચકામા પડવાનું શરૂ થઇ જાય છે. જેના માટે જ્વેલરીની પાછળની તરફ નેઇલ પેઇન્ટ લગાવીને સૂકવવા દો અને તે પછી જ્વેલરી પહેરો. તેનાથી ઇન્ફેક્શન નહીં થાય.

– સિલાઇ મશીનની સોંયમાં દોરો નાખવો હોય તો ખૂબ પરેશાની થવા લાગે છે. દારોને સોંયમાં સહેલાઇની નાખવા માટે દોરા પર નેઇલ પેઇન્ટ લગાવી લો અને એક મિનિટ સૂકાઇ ગયા પછી દોરાને સોંયમાં નાખો. સહેલાઇથી દોરો જતો રહેશે.

– કોઇ કપડા પર નેઇલ પેઇન્ટ લગાવવામાં આવે તો તેને નીકાળવી મુશ્કેલ થઇ જાય છે. એવામાં આ ડાઘ પર ટ્રાન્સપેરેન્ટ નેઇલ પેઇન્ટ લગાવો. તેના તરત પછી કપડાને બરાબર ધોઇ લો. તેનાથી ડાઘ સહેલાઇથી દૂર થઇ જશે.