દાંત જ નહીં, ઘરને ચમકાવવા માટે પણ બેસ્ટ છે ટૂથપેસ્ટ - Sandesh
  • Home
  • Lifestyle
  • દાંત જ નહીં, ઘરને ચમકાવવા માટે પણ બેસ્ટ છે ટૂથપેસ્ટ

દાંત જ નહીં, ઘરને ચમકાવવા માટે પણ બેસ્ટ છે ટૂથપેસ્ટ

 | 3:01 pm IST

દરેક લોકો સવારે અને સાંજે ટૂથપેસ્ટથી દાંત સાફ કરે છે. પરંતુ ઘણાં ઓછા લોકો આ વાત જાણે છે કે દાંતમે ચમકાવવાની સાથે પણ ટૂથપેસ્ટનો ઉપયોગ ઘરના કામોમાં પણ કરી શકાય છે. જેનાથી કપડા પર જિદ્દી ડાઘ દૂર કરવા અને ઘરેણાં પણ ચમકાવી શકાય છે. તે સિવાય ઘરના કેટલાક કામોમાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું. તો આવો જોઇએ કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય.

ચાંદીના દાગીના
ચાંદીના ઘરેણા પહેરવાથી તે શ્યામ પડી જાય છે. તેને ચમકાવવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. ઘરેણા પર થોડીક ટૂથપેસ્ટ લગાવી દો. હવે તેને બ્રશથી ધીમે-ધીમે રગડો. આ રીતે થોડીક મિનિટમાં ઘરેણાં સાફ થઇ જશે.

હાથની દુર્ગંધ
હાથમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે પણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે પણ તમે ડુંગલી, લસણ કટ કરો છો તો તેની દુર્ગંધ દૂર કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. જેના માટે ટૂથપેસ્ટથી હાથ ધોવા જોઇએ.

કારની હેડલાઇટ ચમકાવો
કારની આછી હેડલાઇટ સાફ કરવા માટે ટૂથપેસ્ટ ખૂબ મદદગાર છે. સૌ પ્રથમ ટૂથપેસ્ટને હેડલાઇટ પર લગાવી લો. હવે તેને એક કપડાથી રગડીને સાફ કરી લો. આ રીતે હેડલાઇટની ખોવાઇ ગયેલી ચમક પરત આવી જશે.

જૂતા સાફ કરવા માટે
જૂતા સાફ કરવા માટે અને તેના પરથી ધૂળ-માટી દૂર કરવા માટે ટૂથપેસ્ટ લગાવો. ત્યાર પછી તેને લૂંછી લો. આ રીતે કોઇપણ મહેનત કર્યા વગર તમારા જૂતા ચમકી જશે અને એકદમ નવા લાગશે.

કાર્પેટના ડાઘ
કાર્પેટ પર ચા-કોફી, શાકભાજીના ડાઘ દૂર કરવા થોડાક મુશ્કેલ છે. એવામાં તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ટૂથપેસ્ટનો ઉપયોગ કરવા માટે ટૂથપેસ્ટને ડાઘ પર લગાવી લો અને પછી તેને બીજાન બ્રશ વડે રગડો ત્યાર પછી ભીના કપડાથી તેને સાફ કરી લો. આ રીતે સહેલાઇથી ડાઘ દૂર થઇ જશે.

ફર્નિચરના ડાઘ
ઘરના ફર્નિચર પર લાગેલા ડાઘ દૂર કરવા માટે તેની પર ટૂથપેસ્ટ લગાવી લો અને હળવા હાથે તેની પર થોડૂક રગડો. આમ કરવાથી ફર્નિચર પરના ડાઘ દૂર થઇ જશે.

ચશ્મા
ગોગલ્સ પહેરવા દરેક લોકોને પસંદ હોય છે.પરંતુ રોજ તેનો ઉપયોગ કરવાથી ગોગલ્સ પર ધૂળ અને માટી જામી જાય છે. જે ફક્ત પાણીથી સાફ થતી નથી. એવામાં ચશ્મા પર ટૂથપેસ્ટ લગાવીને આંગળીથી હળવા હાથે રગડો અને પછી પાણીથી ધોઇ લો.