ભોજનમાં સ્વાદ વધારવાની સાથે આ કામમાં ઉપયોગી છે વિનેગર - Sandesh
  • Home
  • Lifestyle
  • ભોજનમાં સ્વાદ વધારવાની સાથે આ કામમાં ઉપયોગી છે વિનેગર

ભોજનમાં સ્વાદ વધારવાની સાથે આ કામમાં ઉપયોગી છે વિનેગર

 | 4:00 pm IST

વિનેગરનો ઉપયોગ લગભગ દરેક ઘરોમાં ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઇએ કે વિનેગર ફક્ત રસોડામાં જ નહીં પરંતુ ઘરના કેટલાક કામમાં ઉપયોગમાં આવી શકે છે. ઘરમાં કીડીઓને દૂર કરવાછી લઇને ડાઘ દૂર કરવા માટે વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે વિનેગરના અલગ અલગ કામોમાં ઉપયોગ કેવી રીતે થાય તે જણાવીશું.

ડાઘ
કેટલીક વખત આછા રંગના કપડા પરસેવાના કારણે ખરાબ થઇ જાય છે અને તેમા ડાઘ પડી જોય છે. એવા કપડાને ધોતા હેલા તેની પર વિનેગર છાંટી દો. આમ કરવાથી ડાઘ સહેલાઇથી નીકળી જાય છે.

ફુલોમાં તાજગી
ફુલદાણીમાં રાખેલા અસલી ફુલ કેટલીક વખત મૂરઝાઇ જાય છે. એવામાં લાંબા સમય સુધી તેને ફ્રેશ રાખવા માટે એક ચમચી વિનેગર ફુલદાણીમાં રાખો. જેથી ફુલ તાજા રહે શકે છે.

કીડીઓ દૂર થશે
જો કોઇપણ કારણસર ઘરની આસપાસ કે ઘરના ખૂણામાં કીડીઓ એકઠી થઇ જાય તો વિનેગર અને પાણીને યોગ્ય પ્રમાણમાં મિક્સ કરીને તે જગ્યા પર છાંટી દો. તેનાથી કીડીઓ તરત દૂર ભાગી જશે.

ફ્રીઝની સફાઇ
ફ્રીઝમાં કેટલીક વખત અલગ પ્રકારની દુર્ગંધ આવે છે. આ દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે પાણી અને વિનેગરને મિક્સ કરીને મિશ્રણ બનાવો. હવે તેનાથી ફ્રીઝની સફાઇ કરો. તમે ઇચ્છો તો રસોડાની સફાઇ માટે પણ આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

ટાઇલ્સ ચમકશે
પાણી ભરેલી ડોલમાં વિનેગર બરાબર મિક્સ કરી લો અને તેનાથી જમીન સાફ કરો. ત્યાર પછી સાફ પાણીથી ટાઇલ્સ સાફ કરો. જેનાથી ટાઇલ્સ પરના ડાઘ-ધબ્બા દૂર થઇ જાય છે અને ઘરમાં ચમક આવી જાય છે.