ઉકળેલી ચાના કૂચાને ફેંકશો નહીં, આ રીતે કરો ફરીથી તેનો ઉપયોગ - Sandesh
  • Home
  • Featured
  • ઉકળેલી ચાના કૂચાને ફેંકશો નહીં, આ રીતે કરો ફરીથી તેનો ઉપયોગ

ઉકળેલી ચાના કૂચાને ફેંકશો નહીં, આ રીતે કરો ફરીથી તેનો ઉપયોગ

 | 3:35 pm IST

ચા વગર તો કેટલાક લોકોના દિવસની શરૂઆત થતી નથી. દરેક લોકો દિવસમાં તેમની જરૂરિયાત મુજબ ચા પીએ છે. ચા બનાવ્યા બાદ લોકો ચાના કૂચાને ફેંકી દે છે. કારણકે તેમને લાગે છે કે આ કૂચા કોઇ કામના નથી રહ્યા. પરંતુ એવું નથી કે ઉકળેલી ચાના કૂચાનો ફરી વાર ઉપયોગ કરી શકાતો નથી. તેમા રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ફક્ત ત્વચામાં ચમક લાવવાનું કામ નથી કરતા પરંતુ અન્ય કેટલાક કામોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. જેથી તેને ફેંકવા નહી અને તેનો અલગ-અલગ કામમાં ઉપયોગ કરો.

  • ઉકળી ગયેલી ચાના કૂચ્ચાને ફેંકશો નહીં. તેમા રહેલા ગુણ ઇજા થયેલા ઘાને સૂકાવવા માટે ખૂબ મદદગાર હોય છે. ચાની પત્તીને ઉકાળીને તેનો લેપ લગાવો. જેને પાણીમાં તેને ઉકાળો છો તો તેને ફેંકશો નહીં. આ પાણીનો ઉપયોગ ઘા ધોવા માટે કરો.
  • જ્યારે પણ તમે કાબુલી ચણાને ઉકાળી રહ્યા છો તો તેમા થોડીક ઉકળી ગયેલા ચાના કૂચા ઉમેરી દો. તેને ઉમેરવાથી ચણાની ચમક બદલાઇ જશે સાથે જ સ્વાદમાં પણ વધારો થશે..
  • ચાની પત્તીને પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ કરી લો અને તેને ગાળી લો. આ પાણીને સ્પ્રેની બોટલમાં ઉમેરીને કાચની સફાઇ કરો. જેથી કાચમાં ચમક આવી જશે.
  • ફર્નીચરને સાફ કરવા માટે પણ ઉકાળેલી ચા પત્તીનો ઉપયોગ કરી શકો છો. ઉકાળેલી ચા પત્તીનો યોગ્ય રીતે ધોઇ લીધા પછી એક વખત ફરીથી ધોઇ લો. હવે આ પાણીને એક સ્પ્રે બોટલમાં ભરીને ફર્નીચરની સફાઇ કરો. તેનાથી ફર્નિચર ચમકી જશે.
  • ઉકળેલી ચાની પત્તીનો ઉપયોગ છોડના ખાતર તરીકે પણ કરી શકાય છે. છોડને પાણીની સાથે સમય-સમય પર ખાતરની પણ જરૂરત પડે છે. એવામાં વધેલી ચા પત્તીને કૂંડામાં ઉમેરી દો. જેનાથી છોડ સ્વસ્થ રહેશે અને જલદી વધવા લાગશે.