Lifestyle Can not take out once in a meal, but two times ghee
  • Home
  • Featured
  • મલાઇમાંથી એક વખત નહીં, પરંતુ બે વખત નીકાળી શકો છો ઘી

મલાઇમાંથી એક વખત નહીં, પરંતુ બે વખત નીકાળી શકો છો ઘી

 | 3:08 pm IST

મલાઇમાંથી ઘી તો આપણે હંમેશા બનાવીએ છીએ. પરંતું તમે એક વખતમાં ઘી નીકાળતા હશો. જ્યારે એજ મલાઇમાંથી બે વખત ઘી નીકાળી શકાય છે. જેની રીત ખૂબ સહેલી છે. ખાસ કરીને આપણે બહારનું ઘી લાવતા હોઇએ છીએ. જેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે. જેથી કેટલાક લોકો ઘરે પણ ઘી બનાવે છે. તો આજે અમે તમારા માટે ઘી બનાવવાની સહેલી રીત લઇને આવ્યા છીએ.

– મલાઇમાંથી ઘી બનાવવા માટે તમે ગાયના દૂધનો ઉપયોગ કરો. તમે ઇચ્છો તો પેકેટ વાળું દૂધ પણ લઇ શકો છો.
– 12-15 દિવસની મલાઇ એક બાઉલમાં સ્ટોર કરીને રાખી લો.
– હવે મીડિયમ આંચ પર મોટા તળિયા વાળી કઢાઇ રાખો.
– તેમા મલાઇ રાખીને થોડીક વાર માટે રાખો.
– ત્યાર પછી આંચ ધીમી કરીને તેમા ઉભરો આવવાની રાહ જુઓ.
– આ દરમ્યાન કઢાઇમાં લાકડા વાળી કડછી રાખી મૂકો. ઘી બનાવવાની આ પ્રક્રિયા એવી જ છે જેમ તમે ઘી નીકાળો છો
– 20-25 મિનિટ બાદ તમે જોશો તો મલાઇમાં ઉકળો આવવા લાગશે અને તેમાથી ઘી નીકળવા લાગશે.
– આંચ ધીમી રાખો અને મલાઇને પૂર્ણ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દો.
– એક સમય બાદ મલાઇ પૂર્ણ રીતે બળી જશે અને તેમાથી ઘી નીકળી જશે.
– હવે આંચ બંધ કરીને ઘીને ગળણીથી ગાળીને એક વાસણમાં રાખી લો.
– હવે વધેલી મલાઇને પાછી કઢાઇમાં ઉમેરીને ધીમી આંચ પર રાખો.
– તેમા બે ગ્લાસ પાણી ઉમેરીને ઉભરો આવવા દો.
– ઉકળો આવ્યા પછી 10-15 મિનિટ સુધી તેને ઉકાળી લો. તમે જોશો કે મલાઇમાંથી ઘી નીકળીને પાણીમાં તરવા લાગશે.
– આંચ બંધ કરીને આ પાણી વાળા ધીને એક બીજા બાઉલમાં ગાળી લો.
– હવે આ પાણી મળેલા ઘીને 3-4 કલાક ફ્રીઝમાં રાખો.
– ત્યાર પછી તેને ફ્રીઝમાંથી નીકાળી લો. બાઉલની ઉપર જામેલું ઘીના કિનારીથી ચપ્પુથી કટ કરીને નીકાળો.