લેધર બેગ્સનું આ રીતે રાખો ધ્યાન, વર્ષો સુધી રહેશે નવી - Sandesh
  • Home
  • Featured
  • લેધર બેગ્સનું આ રીતે રાખો ધ્યાન, વર્ષો સુધી રહેશે નવી

લેધર બેગ્સનું આ રીતે રાખો ધ્યાન, વર્ષો સુધી રહેશે નવી

 | 2:19 pm IST

ઓફિસ, કોલેજ, કેજુઅલ આઉટિંગ, લગ્ન, ફંક્શન કે કોઇપણ જગ્યાએ મહિલાઓ તેમની સાથે બેગ્સ જરૂરથી રાખે છે. ખાસ કરીને યુવતીઓ લેધર હેન્ડ બેગ્સ જ લે છે. લેધર બેગ્સ થોડાક મોંઘા હોય છે. મોંઘા હોવાના કારણે તેની સાચવણી કરવી પણ ખૂબ જરૂરી હોય છે. જો તમારી પાસે પણ મોંઘી લેધર બેગ છે તો તમે આ ટિપ્સ અને ટ્રિક્સ તમારા માટે ખૂબ કામ લાગશે. તો આવો જોઇએ લેધરની બેગ્સને લઇને કેટલીક ટિપ્સ..

• લાઇટ કલરના લેધર બેગ્સથી ડાઘને દૂર કરવા માટે નેલ પેઇન્ટ રિમૂવરનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ ધ્યાન રહે કે વધારે પ્રમાણમાં નેઇલ પેઇન્ટ રિમૂવર ન લગાવવું જોઇએ. રિમૂવર લગાવ્યા પછી સાફ કપડાથી બેગને સાફ કરી દો.

• ગ્રીસ અને ઓઇલના ડાઘ નીકાળવા માટે તમે પાણી અને મુલાયમ કપડાનો ઉપયોગ કરો. વધારે પાણીનો ઉપયોગ ન કરવો જોઇએ અને ડાધ ત્યારે જ સાફ કરી દો. જ્યારે બેગ પર ડાઘ લાગ્યા હોય.

• લેધર બેગ્સને હંમેશા હળવા હાથથી સાફ કરો. જો તેને ભાર દઇને અને રગડીને સાફ કરવાથી તે જલદી જ ખરાબ થઇ શકે છે.

• તમારા કોસ્મેટિક્સને હંમેશા પાઉચમાં રાખો જેથી કોઇપણ પ્રકારના તરલ પદાર્થ ન ફેલાવો. સાથે જ પેનને પણ પાઉચમાં રાખો. જેથી કોઇ બેગ્સમાં કોઇ ડાઘ ન પડે.

• આ બેગ્સને કુદરતી ફેબ્રિકથી બનાવેલા કવરમાં રાખી મૂકો જેથી તમે વર્ષો વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકશો.

• વરસાદ કે શિયાળા પછી બેગને સૂકવવા માટે તડકામાં રાખી મૂકો. તેમા ભેજ ન લાગે તેમજ હવા ન લાગી જાય જેથી તડકામાં રાખો. તડકામાં મૂકવાથી તેમાથી આવતી દુર્ગંધ પણ દૂર થશે.

• જો તમને હેન્ડ બેગ્સ પર કોઇપણ પ્રકારના ગ્રીસનો ડાઘ લાગી ગયો છે તો તેને પાણી વગર જ દૂર કરો.