ફુલાવરને આ રીતે કરશો સાફ તો નહીં રહે એક પણ ઇયળ - Sandesh
  • Home
  • Lifestyle
  • ફુલાવરને આ રીતે કરશો સાફ તો નહીં રહે એક પણ ઇયળ

ફુલાવરને આ રીતે કરશો સાફ તો નહીં રહે એક પણ ઇયળ

 | 3:48 pm IST

ફુલાવરનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે.આ બજારમાં સરળતાથી મળી જાય છે. કેટલાક લોકો માત્ર આનો પ્રયોગ શાક બનાવવામાં જ કરે છે. પરંતુ શુ તમને તેના ફાયદા ખબર છે. ફુલાવરનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારી છે. ફુલાવર ઔષધીય ગુણોથી ભરપૂર હોવા સાથે સ્વાસ્થયને પણ સારું રાખે છે. પરંતુ ફુલાવરમાં ગંદકી અને ઇયળ ખૂબ જ પ્રમાણમાં હોય છે. તેને ફક્ત પાણીથી ધોવું યોગ્ય નથી. તેને યોગ્ય રીતે સાફ કરવા માટે અમે આજે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ.

• સૌ પ્રથમ ફુલાવરને નાના ટૂકડામાં સમારી લો.
• ત્યાર પછી ઉપરથી પાણી ઉમેરીને તેને બરાબર ધોઇ લો.
• હવે એક વાસણમાં પાણી ગરમ કરી તેમા મીઠું મિક્સ કરો.
• આ પાણીમાં ફુલાવર ઉમેરી થોડોક સમય રહેવા દો.
• જેથી ગંદકી અને ઇયળ સહેલાઇથી નીકળી જશે.
• ફુલાવરના પીળા ડાઘ નીકાળવા માટે ગરમ પાણીમાં 3-4 ચમચી લીંબુનો રસ કે વિનેગર મિક્સ કરી લો.
• આ પાણીમાં તમે ફુલાવરના ટૂકડા ઉમેરી રાખી લો. જેથી પીળા ડાઘ દૂર થશે.
• શાક બનાવતા પહેલા ફુલાવરને ગરમ પાણીમાં ઉકાળી લેવું જોઇએ.