મિનિટોમાં આ રીતે સાફ કરો દિવાલ પરના તેલ કે માર્કરના ડાઘ - Sandesh
  • Home
  • Lifestyle
  • મિનિટોમાં આ રીતે સાફ કરો દિવાલ પરના તેલ કે માર્કરના ડાઘ

મિનિટોમાં આ રીતે સાફ કરો દિવાલ પરના તેલ કે માર્કરના ડાઘ

 | 4:14 pm IST

કેટલીક વખત બાળકો દિવાલ પર પેન્સિલ કે માર્કરથી દિવાલ ખરાબ કરે છે. તો કેટલીક વખત દિવાલ પર તેલના નિશાન પણ પડી જાય છે. જેને સાફ કરવા માટે આપણે કલાકો લાગી જાય છે. પરંતુ તે ડાઘ દૂર થવાનું નામ લેતા નથી. જો તમારી દીવાલ પર પણ આવા કેટલાક ડાઘ પડી ગયા છે તો કેટલીક ઘરેલું ટિપ્સ જણાવીશું. જે મિનિટોમાં દિવાલો પર લાગેલા ડાઘ ઝડપથી સાફ કરે છે.

સફેદ વિનેગર
એક સ્પોન્જને સફેદ વિનેગરમાં ડૂબાડીને તેમાથી વધારાનું પાણી નીચવી લો. તે પછી આ સ્પોન્જની સાથે દિવાલ પર રગડીને સાફ કરો. ડાઘ સાફ થઇ ગયા પછી દિવાલને કપડાથી બરાબર સાફ કરી લો.

કોર્ન-સ્ટાર્ચ
પાણીમાં 3 ચમચી કોર્નસ્ટાર્ચ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને તેલ લાગેલી દિવાલ પર લગાવો અને થોડીક વખત આમ જ રહેવા દો. ત્યાર પછી ભીના કપડાથી દિવાલને લૂંછતા રહો જ્યાં સુધી સાફ ન થઇ જાય.

પેપર ટિશૂ
જો દિવાલ પર તેલના ડાઘ છે તો હાથમાં પેપર ટિશૂ લો અને તેના ફોલ્ડ કરીને દિવાલ પર લગાવી લો. તે પછી ગરમ પ્રેસને આ ટિશ્યૂ પેપર રાખો, તેનાથી દિવાલ પર લાગેલું તેલ ગરમ થશે અને પેપર ટિશૂ તેને શોષી લે છે.

સાબૂથી ધુઓ
એક કપ બોરેક્સ ડિશ ધોવાના લિક્વિડમાં ઉમેરો અને તેમા થોડૂક પાણી મિક્સ કરો. તે પછી તેને આ મિશ્રણથી દિવાલ સાફ કરો, તે બજારમાં મળનારા ક્લીનિંગ પ્રોડક્ટ્સથી ખૂબ સસ્તો અને ઉપયોગી ઉપાય છે.

મેચિંગ વોલ પેઇન્ટ
તમારી ડાઘ લાગેલી દિવાલને મેચિંગ વોલ પેઇન્ટનીથી રંગી લો. આ ડાઘ દૂર થઇ જશે અને વધારે મહેનત પણ નહીં કરવી પડે.