ગાડી તથા ઘરના કાચને ચમકાવવા માટે ફોલો કરો આ Tips - Sandesh
  • Home
  • Lifestyle
  • ગાડી તથા ઘરના કાચને ચમકાવવા માટે ફોલો કરો આ Tips

ગાડી તથા ઘરના કાચને ચમકાવવા માટે ફોલો કરો આ Tips

 | 3:01 pm IST

ઘરમાં લગાવવામાં આવેલો આઇનો અને કાચ તમારા ચહેરાના તમને બતાવવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. તમે તમારો ચહેરો જોયા બાદ જ તમે તૈયાર થાવ છો. તો વિચારે કે ઘરના કાચ જ ગંદા કે ડાઘ-ધબ્બા વાળા થઇ જાય તો શુ થાયં. જોકે ઘરના કાચ અને કાચથી બનેલી વસ્તુઓ જલદી ગંદી થઇ જાય છે. આપણા બાથરૂમમાં લગાવવામાં આવેલો જલદી ખરાબ થઇ જાય છે. કારણકે આપણે સવારે બ્રશ કરીએ છીએ તેમજ સ્નાન પણ કરીએ છીએ. આજ રીતે ગાડીના કાચ પર પણ જો ડાઘ-ધબ્બા પડી જાય તો તેની સુંદરતા ઓછી થઇ જાય છે. આજે અમે તમારી આ સમસ્યાનું નિવારણ લઇને આવ્યા છીએ. જે તમારી ગાડી તથા ધરના કાચ સહિત અન્ય કાચની વસ્તુઓ ચમકાવી શકે છે. આવો જોઇએ કયા ઉપાયોથી કાચની પરત ચમક લાવી શકાય છે.

બેકિંગ સોડા
જો તમે તમારી ગાડી કે ઘરના કાચને ઝડપથી અને સારી રીતે ચમકાવવા માંગો છો તો તમે તમારા રસોડામાં રહેલા બેકિંગ સોડાની મદદથી કાચની ચમક પરત લાવી શકો છો. તમે થોડાક પ્રમાણમાં બેકિંગ સોડાને કોઇ કપડાની સહાયતાથી તેને કાચ પર લગાવી દો. તે બાદ પાણી તથા સાફ કપડાની સહાયતાથી કાચને બરાબર લૂંછી લો. આ ઉપાયથી તમારો કાચ ફરીથી ચમકી જશે.

ડિસ્ટિલ્ડ વોટર
તમારા કાચને સાફ કરવા માટે હાર્ડ પાણીની જગ્યાએ ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ કરો. કારણકે હાર્ડ વોટરમાં મિનરલ્સ રહેતા નથી. તે સિવાય તમે તમારા રેગ્યુલર ક્લીનરને પણ પાતળું કરીને ગાડી તથા ઘરના કાચને ચમકાવી શકો છો.

વિનેગર
ગાડી તથા ઘરની દરેક કાચની વસ્તુઓ સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તે તમને તમારા ઘરમાં સહેલાઇથી મળી જશે. કાચ પરની ગંદકી સાફ કરવા માટે તમે કોઇ બોટલમાં વિનગર ઉમેરી તેને સ્પ્રે કરો અને સાફ કપડાની મદદથી કાચની સફાઇ કરો.

ન્યુઝ પેપર
ન્યુઝ પેપર વાંચવા સિવાય તમે અન્ય કામ માટે પણ ઉપયોગ કરી શકો છો. જેમા તમે કાચની સફાઇ પણ કરી શકો છો. તમે એક ન્યુઝ પેપર લઇને તેનો ડૂચો કરી બોલ આકારનુ બનાવો. હવે તેને પાણીમાં પાલાળીને હળવા હાથે કાચની સફાઇ કરો. આ ઉપાયથી પણ તમે તમારા ઘર અને ગાડીના કાચને સાફ કરી શકો છો.