યૌન સંબંધ જ નહીં, કોન્ડોમ આ કામ માટે પણ ઉપયોગી - Sandesh
  • Home
  • Featured
  • યૌન સંબંધ જ નહીં, કોન્ડોમ આ કામ માટે પણ ઉપયોગી

યૌન સંબંધ જ નહીં, કોન્ડોમ આ કામ માટે પણ ઉપયોગી

 | 3:06 pm IST

જ્યારે પણ આપણે કોન્ડોમ અંગે વાત કરીએ છીએ તો સૌથી પહેલા આપણા મગજમાં સુરક્ષિત સેક્સ અંગે વિચાર આવે છે. પરંતુ તમને ખબર નથી કે કોન્ડોમ સુરક્ષિત સેક્સ સિવાય અન્ય કેટલાક કામમાં પણ ઉપયોગી છે. તેને ઘણા કામમાં ઉપયોગ કરી શકાય છે. તેનાથી આપણે કેટલીક વસ્તુઓને સુરક્ષિત રાખી શકીએ છીએ. અત્યાર સુધી તો તમે ફક્ત એસટીડી અને અણગમતા ગર્ભથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ અંગે વાંચતા આવ્યા છો. પરંતુ આજે અમે તમને કોન્ડોમના એવા ઉપયોગ જણાવીશું જે અંગે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય.

શૂ પોલિશર
શુ તમારા જૂતા ગંદા થઇ ગયા છે અને તમને ક્યાંક બહાર જવું છે તે સિવાય તમને ખૂબ જરૂરી કામ છે પરંતુ શૂ પોલિશ પણ ખતમ થઇ ગઇ છે.એવામાં શુ કરવું જોઇએ . તો તમારી પાસે કોન્ડોમ છે તો કોન્ડોમમાં લેટેક્સ અને તેમા લાગેલું લુબ્રિકેન્ટ્સ એક શૂ પોલિશર તરીકે ઉપયોગ કરી શકાય છે. જેના માટે કોન્ડોમના અંદરની તરફના ભાગને બહાર નીકાળી લો અને જૂતા પર રગડી લો. તે પછી જુઓ તમારા બૂચ ચમકી જશે.

સ્ટ્રેસ બોલ
જો તમે સ્ટ્રેસમાં છો તો એક કોન્ડોમ લો. જેમા ચોખાનો લોટ ઉમેરી ગાંઠ બંધી લો. જ્યારે પણ તમારો મૂડ ખરાબ હોય તો તેને દબાવો અને સ્ટ્રેસ બોલની જેમ તેનો ઉપયોગ કરો.આમ કરવાથી તમને સારુ લાગશે.

બરણી ઓપનર
કેટલીક વખત એવું થાય છે કે બરણી સહેલાઇથી ખુલી શકતી નથી. એવામાં તમારે કઇ કરવાનું નથી. એક કોન્ડોમને બરણીના ઢાંકણ પર તેને કવર કરી દો. હવે તેને ખોલવાથી હળવું દબાણ કરો. તરત જ બરણી ખુલી જશે.

સોડા કવર
કેટલીક વખત આપણે સોડા કેન ખોલી દો છો. પરંતુ તેને પી શકતા નથી અને જલદીમાં આપણે તેને ફેંકી દેવી પડે છે. પરંતુ તમે કેનને બચાવી શકો છો. તમે એક કોન્ડોમ ખોલીને તેને કેનની ઉપર ઢાંકી દો. આમ કરવાથી કેન ફ્રેશ રહે છે.

વોટરપ્રૂફ કવર
જો ખૂબ ભારે વરસાદ થઇ રહ્યો છે અને તમે બહાર નીકળવાથી ડરી રહ્યા છો કે તમારો ફોન પલળીને ખરાબ થઇ જશે. તો ડરવાની જરૂર નથી. જો તમારી આસપસ મેડિકલ સ્ટોર છે તો તમે એક કોન્ડોમનું પેકેટ લો અને તેમા ફોન મૂકી દો પછી તેમા ઉપરથી એક ગાંઠ બાંધી દો. આમ કરવાથી પાણીનું એક ટીંપુ પણ અંદર નહીં જાય.