ભોજનનો સ્વાદ બમણો કરશે આ કુકિંગ Tips - Sandesh
NIFTY 10,801.85 -4.75  |  SENSEX 35,543.94 +-12.77  |  USD 68.0700 +0.56
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ભોજનનો સ્વાદ બમણો કરશે આ કુકિંગ Tips

ભોજનનો સ્વાદ બમણો કરશે આ કુકિંગ Tips

 | 8:00 pm IST

ઘણી વાર ભોજનમાં સ્વાદની કમી રહી જાય છે. જેથી ભોજનમાં કોઇને સ્વાદ આવતો નથી અને તે ભોજન વધે છે. તો અંતે તે ખાવાનું ફેંકવાનો વારો આવે છે. એવામાં ઘણી એવી ટિપ્સની મદદ લઇ શકો છો. જેની મદદથી તમને ખાવાનું બનાવવું સહેલું અને ઝડપથી બની શકે છે. તો આ ટિપ્સથી ભોજનનો સ્વાદ પણ બમણો કરી શકાય છે. ચાલો જોઇએ કેટલીક એવી કુંકિંગ ટિપ્સ જેનાથી ભોજનનો સ્વાદ બમણો થઇ શકે છે.

• જો તમે મિક્સ વેજીટેબલ કટલેસ બનાવી રહ્યા છો તો શાક ઉકર્યા બાદ જે પાણી વધે તેને સૂપ તે દાળમાં ઉમેરશો તો તેના સ્વાદમાં વધારો થઇ જશે.
• દુધીનો હલવો બનાવતા સમયે તેમા મલાઇ ઉમેરવાથી હવલો વધારે સ્વાદિષ્ટ બને છે.
• દહીં વડા બનાવતી વખતે પીસેલી દાળમાં થોડુંક દહી મિક્સ કરીને ફેંટી લેવું. જેથી દહીં વડા વધારે સ્વાદિષ્ટ અને મુલાયમ બનશે.
• દહીં જમાવતી વખતે દૂધમાં થોડૂક નારિયેલનો ટૂકડો ઉમેરવાથી દહીં 2-3 દિવસ સુધી તાજુ રહેશે.
• દેશી ઘીને વધારે સમય તાજુ રાખવા માટે તેમા એક ટૂકડો ગોળ અને સિંધા લૂણ નાખી દો.
• મગની દાળના પુલ્લા બનાવતા સમયે દાળમાં 2 મોટી ચમચી ચોખાનો લોટ મિક્સ કરવાથી પુલ્લા ક્રસ્પિ બનશે.
• દુધ કે ખીર દાઝી જાય તો તેમા 2-3 પાન ઉમેરી ગરમ કરવાથી દાઝી ગયેલાની સ્મેલ દૂર થઇ જાય છે.
• વધેલા ઢોકળા કે ઇડલીને નાના ટુકડામાં કટ કરીને ચણાનો લોટમાં ડૂબાડી પકોડા બનાવી શકાય છે.
• લીલા વટાણાને લાંબો સમય સુધી તાજા રાખવા માટે પ્લાસ્ટિકની થેલીમાં મૂકી ફ્રિઝરમાં રાખી મૂકો.