માત્ર 2 મિનટમાં ચમકશે નોન-સ્ટિક તવી અને પેન,અજમાવો આ Tips - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • માત્ર 2 મિનટમાં ચમકશે નોન-સ્ટિક તવી અને પેન,અજમાવો આ Tips

માત્ર 2 મિનટમાં ચમકશે નોન-સ્ટિક તવી અને પેન,અજમાવો આ Tips

 | 6:44 pm IST

તવી રસોઇનો સૌથી મહત્વનો ભાગ છે. નોનસ્ટિક તવી આવતા પહેલાથી લોખંડના તવાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો લોખંડની તવી દાઝી જાય તો તેને ઇંટના ટૂકડા કે રાખથી સહેલાઇથી સાફ કરવામાં આવતું હતું. પરંતુ નોનસ્ટિક તવાને ઇંટ કે રાખથી સાફ કરી શકાય નહીંય તો આવો જોઇએ 2 મિનિટમાં દાઝી ગયેલા નોન સ્ટિક તવા કે પેનને કેવી રીતે સાફ કરાય.

• સૌ પ્રથમ નોનસ્ટિક તવા કે પેનને ગેર પર મૂકી ગેસની આંચ ચાલુ કરો.
• હવે તેમા અડધો કપ વિનેગર ઉમેરો. તે બાદ તેમા અડધો કપ પાણી ઉમેરો.
• તે બાદ તેમા ઘરમાં રહેલો કોઇપણ ડિટર્જેંટ પાઉડર મિક્સ કરો.
• જ્યારે પાણી બરાબર ઉકળી જાય એટલે લાકડાની ચમચીથી પાણી બરાબર હલાવો જેથી ચિકાશ દૂર થાય.
• હવે ગેસને બંધ કરીને પાણી ધોળી દો.
• હવે વાસણ ધોવાના જેલના બે ટીંપા ઉમેરી સ્ક્રબરથી હળવા હાથે સાફ કરો.
• હવે તેને પાણીથી બરાબર સાફ કરી લો.નોનસ્ટિક તવી અને પેન ચમકી જશે.
• નોટ – નોનસ્ટિક વાસણને ક્યારેય પણ સ્ટીલના સ્ક્રબરથી સાફ ન કરો.