ભૂલથી પણ આ રીતે ન ખાઓ દાળ, જીવલેણ સાબિત થઇ શકે છે - Sandesh
  • Home
  • Lifestyle
  • ભૂલથી પણ આ રીતે ન ખાઓ દાળ, જીવલેણ સાબિત થઇ શકે છે

ભૂલથી પણ આ રીતે ન ખાઓ દાળ, જીવલેણ સાબિત થઇ શકે છે

 | 5:34 pm IST

ઘણીવાર આપણી ખાવાની આદતો પર આપણું સ્વ્સ્થ રહેવું નિર્ભર કરે છે. તો કેટલીક વાર વાસી ખાવાનું ઘણું નુક્શાન કરે છે. જેની તમે કદાચ કલ્પના પણ નહી કરી હોય. આજકાલ ભાગદોડ ભરેલી લાઇફમાં લોકો બનેલું ખાવાનું ફ્રીજમાં રાખે છે અને બાદમાં તેને ગરમ કરીને ખાય છે. જોકે ફ્રિજમાં સામાન્યથી ઓછું તાપમાન હોવાને કારણે તે ખાવાનું ખરાબ થવાથી બચાવી લે છે. પરંતુ તમને ખબર નછી કે ઘણા એવા ભોજનના પદાર્થ છે જે એકવાર ઠંડુ થયા બાદ બીજીવાર ગરમ કરવાથી વધારે નુક્શાન પહોંચાડે છે. દાળ જે તમારા દિવસના ભોજનમાં જરૂર હોય છે. જે તેમાથી જ એક હોય છે.

ખાવાનાને ફરી ગરમ કરવાથી તેમાં ઘણા એવા રસાયણ બને છે. જે તેને દુષિત અને શરીર માટે ઝેરી બનાવી દે છે. કેટલાક લોકો ફરી ખાવાનું બનાવવાની પરેશાનીથી બચવા માટે દાળ અને શાક પહેલાથી બનાવીને રાખે છે. જો તમને ફરીથી પણ ગરમ કરીને દાળ ખાવી હોય તો કોશિશ કરો કે જે પણ વાસણમાં રાખી છે તેનો સીધો સંપર્ક આગથી ન થાયય કોઇ ઉંડાણવાળા વાસણમાં ગરમ પાણી ભરો અને તેમા દાળ વાળા વાસણને ઢાંકીને ત્યાં સુધી રાખો જ્યા સુધી તે ગરમ ન થાય. આ રીતે તમે અન્ય ખાદ્ય પદાર્થોને પણ ગરમ કરી શકો છો.

ઘણાં લોકો ઠંડુ ખાવાથી બચવા માટે તેને ફરીથી ગરમ કરીને ખાય છે.પરંતુ દાળને ફરીથી ગરમ કરવાનો વિચાર એક ગંભીર પરિણામ આપી શકે છે. કદાચ તમને ખબર નથી કે દાળને ફરીથી ગરમ કરવાથી તેમા પોઇઝન બને છે જે કેન્સરનું કારણ બની શકે છે. તે સિવાય ઘણી અન્ય બિમારીઓ પણ તેનાથી થાય છે. અન્ય ખાદ્ય પદાર્થોની તુલનામાં દાળને ગરમ કરીને ખાવાથી ફૂડ પોઇજિંગની સંભાવના બેગણી હોય છે. ઘણી વાર આ ગંભીર હાલત ઉત્પન્ન કરે છે કે યોગ્ય સમયે તેની સારવાર કરવામાં ન આવી તો તેનાથી તમારો જીવ પણ જઇ શકે છે. તે સિવાય વારંવાર ફૂડ પોઇજિંગ થવાથી તમારા આંતરડાને નબળા કરી દે છે અને લીવરને પણ નુક્શાન પહોંચાડે છે. આગળ જતા ગંભીર સમસ્યા થઇ શકે છે.