lifestyle Crushed green chillies won't last long, know kitchen tips
  • Home
  • Featured
  • ક્રશ કરેલા લીલા મરચાં લાંબો સમય સુધી નહીં બગડે, જાણો કિચન ટિપ્સ

ક્રશ કરેલા લીલા મરચાં લાંબો સમય સુધી નહીં બગડે, જાણો કિચન ટિપ્સ

 | 2:23 pm IST

કેટલીક વખત ભોજન બનાવવાને લઇને વિચારવા લાગીએ છીએ કે શુ બનાવીએ અને શુ ન બનાવીએ. તેમજ ઘણી વખત ખાવામાં સ્વાદ આવતો નથી તો આજે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ. જેમા રસોડાની નાની નાની ટિપ્સના કારણે રસોડાની મોટી મોટી મુશ્કેલીઓ સરળ થઈ જાય છે. તો આપણે આજે અહીં કેટલીક રસોડાની ટિપ્સ જાણીએ.

-લીલાં મરચાંને ક્રશ કરી હવાચુસ્ત બાટલીમાં ચપટી હળદર નાખીને ભરી રાખવાથી મરચાં લાંબા સમય સુધી લીલાં રહે છે.

-ભાત દાઝી જાય તો તેને બીજા વાસણમાં કાઢી તેમાં બ્રેડનો ટુકડો મૂકી દેવાથી વાસ જતી રહે છે.

-બાથરૂમમાં લગાવેલા અરીસા પર ગરમ પાણીથી જામેલી ધૂંધળાશને દૂર કરવા માટે કપડાં પર થોડું ગ્લિસરીન લગાવી અરીસાને લૂછો. એનાથી ઝાંખો પડી ગયેલો અરીસો ચમકી ઊઠે છે.

– તરબૂચની છાલને સૂકવીને પીસી નાખો. તેની ભૂકીનો ઉપયોગ ખાવાના સોડાની જગ્યાએ કરી શકાય છે, તેનાથી કઠોળ જલદી ચડી જાય છે.

– ગુલાબની પાંદડીઓ વાટી બાટલીમાં ભરી રાખો. રાત્રે હોઠ પર લગાવો, આનાથી હોઠ ગુલાબી રહે છે.

– ફાટેલાં જૂનાં મોજાં ફેંકી ના દેતાં, એને ધોઈને સાફ કરીને એનાથી વાસણો, વોશબેસીન, કાચ વગેરે સાફ કરી શકો છો, એનાથી લીસોટા પડતા નથી.

– તરબૂચનાં બી વાટીને તેનો પાવડર તથા ખડી સાકર દસ દસ ગ્રામ લઈને ચૂરણ ખાવાથી શરીર ભરાવદાર બને છે.

– મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.

– સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે.

– હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.

– નહાવાના સાબુના વધેલા ટુકડાઓને ફેંકી નહીં દેતાં તેને પાણીમાં ઉકાળી તે પ્રવાહીને બાટલીમાં ભરી લેવું. આ સાબુનું પ્રવાહી હાથ ધોવા કામ લાગે છે.

– ઘઉંમાં મેથીની ભાજીનાં પાંદડાં નાખવાથી ઘઉં બગડતા નથી.

આ પણ જુઓ: પાકિસ્તાની ખજૂરની આયાતનું કૌભાંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન