Lifestyle do not look lizard at home follow these tips
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ઘરમાં નહીં દેખાય એક પણ ગરોળી, અજમાવો આ નુસખા

ઘરમાં નહીં દેખાય એક પણ ગરોળી, અજમાવો આ નુસખા

 | 3:04 pm IST

ઋતુ બદલાવવા પર નાના-નાના જીવાણું, પતંગિયા પણ બહાર આવે છે જેને ખાવા માટે ગરોળીઓ ઘરની એક દિવાલ પરથી બીજી દિવાલ પર જોવા મળે છે. ક્યારેક તો ગરોળીનો દીવાલ પરથી પડવાનો પણ ડર રહે છે. જો તમે પણ તમારા ઘરમાં રહેલી ગરોળીથી પરેશાન છો અને બજારમાં મળતી દવાઓનો ઉપયોગ કર્યા પછી પણ કોઇ ફરક પડતો નથી અને ગરોળી ઘરની બહાર નથી જઇ રહી તો આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખાથી ગરોળી હંમેશા માટે ઘરની બહાર નીકળી જશે.

– ઘરના જે ખૂણામાં વધારે ગરોળી આવે છે ત્યા એક ડુંગળીનો ટૂકડો કટ કરીને મૂકી રાખો. કહેવામાં આવે છે કે ડુંગળીની સુગંધથી ગરોળીઓ દૂર રહે છે. ગરોળી ડુંગળીની સુગંધથી ભાગી જાય છે.

– તમારા ઘરના દરેક ખૂણમાં મોરની પાંખ લગાવી શકો છો. જેનાથી ગરોળી તમારા ઘરની આસપાસ પણ નજરે પડશે નહીં.

– લાલ મરચાથી પણ ગરોળી દૂર ભાગે છે. જેથી ઘરના દરેક ખૂણમાં લાલ મરચા પાઉડરને સ્પ્રે કરી લો. ગરોળીઓ તરત જ ગાયબ થઇ જશે.

– લાલ મરચાની જેમ કાળામરી પાઉડરની ગરોળીને ભગાડવામાં અસરકારક છે. ઘરની દીવાલ પર કાળામરી પાઉડર છાંટવાથી પણ આ સમસ્યાથી રાહત મળે છે.

– લસણની સુગંધથી પણ ગરોળી બિલકુલ સહન કરી શકશે નહીં. જેથી ઘરના દરેક ખૂણાપર લસણની એક-એક કળી રાખી લો. આ ઉપાય કરવાથી ગરોળી ઘરમાંથી બહાર નીકળી જશે.

– કોફી પાઉડર પણ ગરોળીને ભગાડવામાં ખૂબ અસરકારક છે. કોફી પાઉડરમાં તમાકૂ મિક્સ કરીને જે જગ્યા પર વધારે ગરોળી આવતી હોય ત્યાં રાખી દો. જેથી ગરોળી ભાગી જશે.