lifestyle due to covid 19 your silver jewelry while sitting at home amid lockdown
  • Home
  • Featured
  • લોકડાઉન વચ્ચે ઘરે બેસીને ચાંદીના કાળા પડી ગયેલા દાગીનાને ચમકાવો

લોકડાઉન વચ્ચે ઘરે બેસીને ચાંદીના કાળા પડી ગયેલા દાગીનાને ચમકાવો

 | 2:48 pm IST

કોરોના વાયરસના કારણે સરકારે 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી છે. આ વચ્ચે તમે ઘરે રહીને કંટાળી ગયા છો તો અમે તમારા માટે કેટલાક કામ લઇને આવ્યા છીએ. ઘણા લોકોના ઘરમાં ચાંદીના વાસણ અને દાગીના હોય છે. સતત તેનો ઉપયોગ કરવાથી કેટલાક સમય બાદ ચાંદી શ્યામ પડી જવાની શરૂઆત થઇ જાય છે. તેને સાફ કરાવવા માટે લોકો ખૂબ ખર્ચો કરે છે. પરંતુ થોડાક સમય બાદ તે ફરી શ્યામ પડી જાય છે. એવામા ઓછા પૈસામાં અને કુદરતી રીતે ઘરે ચાંદીને સહેલાઇથી સાફ કરી શકાય છે. આવો જોઇએ કેટલીક એવી કુદરતી ટિપ્સ અંગે જણાવીશુ જેનાથી 5 મિનિટમાં ચાંદીને સાફ કરી શકાશે.

ટૂથ પાઉડર

ચાંદીની ચમક લાવવા માટે ટૂથ પાઉડરનો સહારો પણ લઇ શકાય છે. સૌથી પહેલા ટૂથ પાઉડરની એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચાંદીના દાગીના પર રગડો. જેથી ચાંદી ફરીથી ચમકવા લાગશે.

લીંબુ અને મીઠું

લીંબુ અને મીઠું મિકસ કરીને તેનું મિશ્રણ બનાવી લો. આ મિશ્રણમાં ચાંદીના દાગીના આખી રાત પલાળી રાખો.

ટોમટો કેચઅપ

ચાંદીના વાસણ અને દાગીનાને સાફ કરવા માટે ટોમેટો કેચઅપ ખૂબ મદદરૂપ છે. ચાંદીની કાળાશને દૂર કરવા માટે ચાંદીની વસ્તુ ટામેટાના પલ્પ કે ટોમેટો કેચઅપ લગાવીને એક જગ્યા પર મૂકી રાખો. 5 મિનિટ બાદ કપડાની મદદથી તેને સાફ કરી દો. આમ કરવાથી ચાંદીની ચમક આવી જશે.

આ પણ જુઓ : લોકડાઉનમાં કામ વગર બહાર નીકળનારા સામે કાર્યવાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન