નવા ઘરમાં કરી રહ્યા છો પ્રવેશ તો રાખો આ વાતનું ધ્યાન - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • નવા ઘરમાં કરી રહ્યા છો પ્રવેશ તો રાખો આ વાતનું ધ્યાન

નવા ઘરમાં કરી રહ્યા છો પ્રવેશ તો રાખો આ વાતનું ધ્યાન

 | 4:58 pm IST

નવું ઘર લેવું દરેક લોકો માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. એવામાં તમારી જવાબદારી બને છે કે નવા ઘરમાં જતાં પહેલા તમે ત્યાંની દરેક વસ્તુઓ જોઇ લો. નવા ઘરમાં જતાં પહેલા ત્યાંની સ્વચ્છતા પર ધ્યાન દરેક લોકો રાખે છે. પરંતુ તે સિવાય પાણીની વ્યવસ્થા અને સિક્યુરિટી સિસ્ટમ જેવી વાતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. નવા ઘરમાં જતા પહેલા જ દરેક વસ્તુઓ ચેક કરી લીધા બાદ કોઇ પરેશાનીનો સામનો કરવો પડશે નહીં. આજે અમે તમને કેટલીક એવી વાતો અંગે જણાવીશુ જે નવા ઘરમાં જતા પહેલા ધ્યાન રાખવુ જોઇએ.

આ વાતોનું ધ્યાન રાખો
• નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા યોગ્ય રીતે ચેક કરી લો તે ત્યા દરેક પ્લગ પોઇન્ટ બરાબર કામ કરી રહ્યા છે કે નહી જો ન હોય તો તેને બરાબર રીપેરિંગ કરાવો.

• આ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરના બલ્બ કે ટ્યૂબલાઇટ બરાબર કામ કરે છે કે નહીં, તે સિવાય ઘરમાં જતા પહેલા દરેક પંખા, એસી અને તેમા લાગેલા રેગ્યુલેટરને પણ ધ્યાનથી ચેક કરી લો.

• રસોડાથી લઇને બાથરૂમ સુધીના નળ અને પાઇપોને પણ યોગ્ય રીતે ચેક કરી લો. તે સિવાય ઘરમાં પાણીની સુવિધા 24 કલાક છે કે નહીં, કારણકે કેટલીક વખત પરિવારના લોકો માટે પાણી ખૂબ જરૂરિયાતની વસ્તુ છે.

• કેટલીક વખત તૈયાર ઘરની દિવાલો ચેક કરવી જરૂરી છે. ઘરની દિવાલ કે છત પાણી લીકેજ તો નથી થતુ તે ચેક કરી લો.

• જોકે દરેક લોકો નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા સાફ-સફાઇનું ધ્યાન રાખે છે પરંતુ તમે ઘરના ખૂણા સાફ કરવાનું ભૂલી જાવ છો. જ્યાં જીવાણુંઓ સૌથી વધારે હોય છે. જેથી ઘરના દરેક ખૂણા, પંખા, ટ્યૂબલાઇટ અને બારી-દરવાજા અને અગાશી પ્રવેશ કરતા પહેલા સાફ કરી લો.